spot_img

વિદેશ મંત્રી એસ.જયશંકરે યુરોપિયન દેશોને ‘રોકડું પરખાવ્યું’ કહી દીધી આ મોટી વાત

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને વિદેશ મંત્રી જયશંકરે યુરોપિયન દેશોને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યુ છે કે, તમારે માનસિકતા બદલવાની જરૂર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વિદેશ નીતિને લઈને દુનિયાના દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. જયશંકરે કહ્યુ કે, ભારતની વિદેશનીતિ માત્ર એ વાત પર આધારિત નથી કે તે કેટલાક અન્ય દેશોને અનુકૂળ ન હોય. ગ્લોબસેક-2022 ફોરમમાં ભાગે લેતા ટેકિંગ ફ્રેન્ડશીપ ટુ નેક્સ લેવલ- એલાયન્સ ઈન ધ ઈન્ડો પેસિફિક વિષય પર ચર્ચા કરતા પોતાના વાત વિશ્વના મંચ પર રાખી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ પર નવી દિલ્હીનું શું વલણ છે તેવા પ્રશ્નના જવાબમાં જયશંકરે ભારતની વિદેશ નીતિ વિશે સ્પષ્ટતા કરી હતી.

વિદેશ મંત્રી જયશંકરને શું ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરીને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં ફંડિગ નથી કરી રહ્યુ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં જયશંકરે કહ્યુ કે, હું કોઈ ચર્ચા કરવા માંગતો નથી પરંતુ શું રશિયા પાસેથી ગેસ ખરીદવો યુદ્ધ માટે ફંડિંગ કરવા જેવું નથી ?… માત્ર ભારતીય રૂપિયો જ અને ભારત આવી રહેલુ ક્રૂડઓઈલ યુદ્ધમાં ફંડિંગ કરે છે. તો પછી યુરોપ મોકલવામાં આવતો રશિયન ગેસ વિશે તમે શું કહેશો.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles