ત્યાગ શબ્દ આવે એટલે એક સ્ત્રીના સમકક્ષ અને ખાસ કરીને એક માં ના સમકક્ષ કોઈપણ ન આવી શકે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ એક એવીમહિલાની જે ભારત અને બોલીવૂ઼ડમાં ખુબ જ નામચીન છે, અને તે છે “નિધી પરમાર હિરાનંદાની” એક ઈન્ટરવ્યુ આપ્યા બાદ તેઓ અત્યારે આખા બોલિવૂડમાં ખુબ ચર્ચામાં છે. ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ કે કોરોનાના કારણે જ્યારે LOCLDOWN લગાવાયુ એ સમયગામાં તેમણે 100 લીટર જેટલુ બ્રેસ્ટ મીલ્કનુ દાન કર્યુ હતુ, આજ ઈન્ટરવ્યુમાં તેમણે એ કારણ પણ જણાવ્યુ હતુ કે શા માટે તેમણે 100 લીટર બ્રેસ્ટ મીલ્ક દાન કરવાનો નિર્ણય કર્યો.
નિધી 37 વર્ષના હતા જ્યારે તેમણે eggs ફ્રીઝ કરાવ્યુ હતુ તેમને માં તો બનવુ હતુ પરંતુ સામે એક તરફ કરિયર પર પણ ધ્યાન આપવુ જરૂરી હતુ. વર્ષો પહેલાં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડમાં જગ્યા બનાવાવા માટે અઢળક સંઘર્ષ કર્યો.પોતાની પ્રેગનન્સી બાબતે વાત કરતા તેમણે જણાવ્યુ કે તે 9 મહિના ખુબ જ રોમાંચક હતા બાળક થયા બાદ હવે કરિયર અને બાળક બંન્ને પર મારે ધ્યાન આપવાનું હતુ.
જો કે હુ બંન્નેને ખુબ જ સારી રીતે મેનેજ કરી શકી હતી. બ્રેસ્ટ મીલ્ક ડોનેશન પર વાત કરતાં તેમણે જણાવ્યુ કે આ સમયગાળા દરમિયાન બ્રેસ્ટમીલ્ક ડોનેશનની જુની ધારણાઓને તોડવાનો પણ મે પ્રયત્ન કર્યો હતો.લોકડાઉનના સમયમાં તેમણે પોતાનું 100 લીટર જેટલુ બ્રેસ્ટ મીલ્ક પ્રીમેચ્યોર બાળકો માટે ડોનેટ કર્યુ હતુ તેમના આ નિર્ણયથી ઘણાં લોકોએ તેમને પર એવા પણ આરોપો લગાવ્યા હતા કે કે તેમણે બાળકો માટે પોતાનુ કરિયર તો નથી બદલી દીધુ ત્યારે તે તમામ સવાલો ના જવાબમાં તેમનો એક જ જવાબ હતો કે આ નિર્ણય મે ખુબ લીધો છે એટલે હુ અત્યારે એક બાળકની માં પણ છુ અને બોલિવૂડની એક પ્રોડ્યુસર પણ છુ.