ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરે ક્રિકેટમાંથી નિવૃત્ત જીવન જીવી રહ્યો છે. પરિવાર સાથે તેઓ સારો સમય પસાર કરી રહ્યા છે. ક્રિકેટમાં તો સચિને કેટલીય સેંચુરી ફટકારી છે પણ હવે તેઓ પરિવાર સાથે જીવનની સેંચુરી મારવા સમય પસાર કરી રહ્યા છે. આજે સચિનન પત્નીનો બર્થ ડે હતો. સચિન પોતાના પત્ની અને પરિવાર સાથે મુંબઈમાં આવેલી એક ગુજરાતી ખાનગી હોટલમાં જમવા માટે પહોંચ્યા હતાં. જેની તસવીરો તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર પણ શેર કરી
સચિને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યુ કે આજે અંજલીનો જન્મદિવસ હતો અને તેઓ પોતાના પરિવાર સાથે શ્રી ઠાકર ભોજનાલયમાં ગુજરાતી થાળી જમવા માટે પહોંચ્યા છે. સામાન્ય રીતે કોઈ સેલિબ્રીટે પોતાની પર્સનલ મેટર સોશ્યલ મીડિયામાં શેર કરતાં નથી. પણ સચિને નિખાલસતાથી પોસ્ટ શેર કરી. સચિને ગુજરાતી ખાવા વિશે પણ લખતાં કહ્યુ કે અંજલીને ગુજરાતી જમવામાં કોઈ તકલીફ નથી પડતી, અને તેના ગુજરાતી જીન્સ એટલા મજબુત છે કે ગુજરાતી જમવાનું આરામથી જમી લે છે અને પાચન પણ કરી લે છે. પરંતુ ગુજરાતી થાળીના આ ભોજન બાદ અમારા જીન્સના બટન ઢીલા થઈ ગયા છે.
સચિન તેંદુલકરને એ જાણીને આશ્ચર્ય ચકિત થઈ ગયા કે આ ગુજરાતી હોટેલ છેલ્લા 1945 થી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સચિન સાથે અંજલી, સારા અને અંજલીના ગુજરાતી મિત્રો પણ સાથે જમવા માટે પહોંચ્યા હતા. સચિને જમ્યા બાદ હોટેલમાં કામ કરતાં તેના ફેન્સ સાથે તસવીર ખેંચાવીને તેમણે પણ ખુશ કરી દીધા હતા.