પહેલા ફિલ્મને લઈને વિવાદ અને હવે ફિલ્મ પર નિવેદનોને લઈને વિવાદ. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને લઈને પૂછાયેલા સવાલ પર જવાબ આપવો વધુ એક એક્ટ્રેસને ભારે પડ્યો છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ સાઈ પલ્લવી પોતાના અભિનયને કારણે જેટલી જાણિતી છે એટલી જ અત્યારે વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન સાઈ પલ્લવીએ કાશ્મીરી પંડિતોને લઈને એક એવું નિવેદન આપ્યું જેના કારણે તે વિવાદોમાં આવી હતી. એટલું જ નહીં તેની સામે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે હવે સાઈ પલ્લવીએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી આપી છે. સાઈ પલ્લવીએ પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા સાઈ કહી રહી છે કે, ‘ તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું છે તેણે કહ્યું કે, તેણે તટસ્થ રહીને પ્રશ્નનો જવાબ આપ્યો હતો. સ્પષ્ટતા દરમિયાન સાઈએ એવું પણ કહ્યું કે, આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે હું તમારા બધા સાથે વાતચીત કરી રહી છું. વધુમાં તેણે કહ્યું કે, હું હંમેશા દિલની વાત ખુલીને કરનારાઓ પૈકી એક છું. હું જાણું છું કે મને બોલવામાં મોડું થયું છે, પણ મને માફ કરશો’ હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે ધર્મના નામે કોઈપણ વિવાદ એ ખોટી વાત છે.
આપને જણવી દઈએ કે, સાઈ પલ્લવીએ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરી પંડિતો પર અત્યાચાર અને હત્યાના દ્રશ્યની સરખામણી મોબ લિંચિંગ સાથે કરી હતી.