પોતાના મોબાઇલ માટે સ્પેશિયલ જીન્સ લોન્ચ કર્યું હોય એવું તમે સાંભળ્યું છે ખરા? લગભગ દરેક કંપની પોતાના મોબાઇલ સાથે ચાર્જર કે બીજી એસેસરીઝ કેવી રીતે વધુ આપવી એ વિચારતી હોય છે, પરંતુ સેમસંગ કંપનીએ પોતાના સ્માર્ટ મોબાઇલને મુકવા માટે સ્પેશિયલ જીન્સ લોન્ચ કર્યું છે. જો આ જીન્સની વાત કરવામાં આવે તો Samsung Australiaએ ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય જીન્સ બ્રાન્ડ Dr Denim સાથે ભાગીદારીમાં Z Flip Pocket Denim લોન્ચ કર્યા છે. આ એક લિમિટેડ એડિશન જીન્સ છે, જે Galaxy Z Flip3ના યુનિક ફોલ્ડિંગ ફોર્મ ફેક્ટરને સેલિબ્રેટ કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ લિમિટેડ એડિશન જીન્સમાં ખિસ્સાને આગળના ભાગમાં જમણી બાજુ પર મૂકવામાં આવ્યું છે. આ જીન્સના બાકીના ખિસ્સા કાં તો કાઢી નાખવામાં આવ્યા છે અથવા તો સીલ કરી દેવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર આ નવા જીન્સ વિશે કહ્યું છે કે કોને મોટા ખિસ્સાની જરૂર છે? એ વધારે જગ્યા લે છે. એ સ્ટાઇલિશ પણ નથી દેખાતા. અમે Galaxy Z Flip3 માટે નવા જીન્સને ફરીથી ડિઝાઇન કર્યું છે. આમાં ફોન સરળતાથી ફિટ થઈ જશે.
Z Flip Pocket Denimની કિંમત $1,499 છે. આ સાથે, Galaxy Z Flip3નું એક યુનિટ પણ મળશે. આ જીન્સ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લોન્ચ કરવામાં આવ્યું છે. નવા જીન્સને Dr Denimની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.
ઉલ્લેખનીય છે કે GalaxyZ Flip3 ઓગસ્ટમા લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં તેની શરૂઆતની કિંમત 84,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન 6.7-ઇંચ પ્રાઈમરી ફુલ-HD+ (1,080×2,640 પિક્સેલ) ડાયનેમિક AMOLED 2X ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે, 1.9-ઇંચ કવર ડિસ્પ્લે, 5nm ઓક્ટા-કોર પ્રોસેસર, 12MP+12MP ડ્યુઅલ કૅમેરા સેટઅપ, 10MP સેલ્ફી કૅમેરા, 3,300mAh ડ્યુઅલ સેલ બેટરી, 15W ફાસ્ટ ચાર્જિંગ અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે.