સ્માર્ટફોનની બજાર (Smartphone market)માં કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ જોવા મળી રહી છે. દરેક કંપની પ્રથમ ક્રમનું સ્થાન મેળવવા માટે પ્રયાસ કરે છે. ત્યારે અત્યારે માર્કેટ(Market)માં કઈ કંપની કયા સ્થાને છે તેના અહેવાલો સામે આવ્યા છે. વૈશ્વિક બજાર (Global market) અનુસંધાન ફર્મ Canalys દ્વારા પ્રારંભિક આંકડા શેર કરવામાં આવ્યા છે. એપ્પલ (Apple) એ ગ્લોબલ સ્માર્ટફોન બજારમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે, જેના કારણે Xiaomi ત્રીજા નંબર પર આવી ગઈ છે. iPhone 13ની વધુ માંગને કારણે Apple કંપની 2021ના ક્વાર્ટરમાં બજારની 15 ટકા ભાગીદારી મેળવવામાં સફળ રહી છે.
Canalys દ્વારા શેર કરવામાં આવેલ આંકડા અનુસાર સેમસંગ 23 ટકા ભાગીદારી સાથે પ્રથમ નંબરે રહેવામાં સફળ રહ્યું છે. ત્યારબાદ Apple બજારની 15 ટકા ભાગીદારી સાથે બીજા નંબરે અને Xiaomi 14 ટકા ભાગીદારી સાથે ત્રીજા નંબરે છે. Vivo અને Oppo 10 ટકા ભાગીદારી ચોથા અને પાંચમાં સ્થાન પર છે. રિપોર્ટ પરથી જાણવા મળે છે, કે ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક સ્માર્ટફોન શિપમેન્ટ(Global Smartphone shipments)માં 6 ટકાનો ઘટાડો થયો છે. કંપોનેંટમાં થયેલ ઘટાડાને કારણે આ પ્રકારે થઈ રહ્યું છે. આ બાબતે કૈનાલિસના પ્રિન્સિપલ એનાલિસ્ટ બેન સ્ટેંટને (Ben Stanton) જણાવ્યું કે, ‘ચિપસેટની તંગી છે. સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી (Smartphone industry) વધુમાં વધુ ડિવાઈસના ઉત્પાદનનો પ્રયાસ કરી છે. સપ્લાય સાઈડ પર ચિપસેટ (Chipset) ચિપની તંગી 2022માં પણ જોવા મળશે. જેના કારણે ચિપસેટ કિંમતોમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પરિણામે સ્માર્ટફોન નિર્માતાઓ અનિચ્છાએ સ્માર્ટફોનની રિટેઈલ કિંમતમાં વધારો કરી રહ્યા છે.’
ચિપની કમી સિવાય સ્થાનિક સ્તરના સ્માર્ટફોન વિક્રેતાઓને ડિવાઈસના ઓર્ડરના પ્રમાણમાં અંતિમ સમયે ફેરફાર કરવા પડી રહ્યા છે. ખર્ચ ઓછો કરવા અને માર્જિન વધારવા માટે વોલ્યૂમ ક્ષમતાને વધારવી જરૂરી છે. પરંતુ તેના અને રિટેઈલ અને વિતરણ ચેનલો વચ્ચે સંચાર ત્રુટીઓ પડકારોનું કારણ બની રહી છે.