ફિલ્મ શમશેરાના ટ્રેલર રિલીઝ પહેલા રણબીરના લુક બાદ ફિલ્મમાંથી સંજય દત્તનો લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળશે. સંજય દત્તના જે પોસ્ટર સામે આવ્યા છે તેમાં સંજય દત્ત આગળ ટાલ અને પાછળ લાંબી ચોટી, કપાળ પર મહાદેવનું તિલક અને હાથમાં ચાબુકમાં જોવા સંજય દત્તે એન્ટ્રી મારી છે. આ ફિલ્મમાં તેનું પાત્ર ‘શુદ્ધ સિંહ’ નામના પોલીસ ઓફિસરનું છે.
- સંજય દત્તે પોતાના પાત્ર વિશે શું કહ્યું?
પોતાના પાત્ર વિશે વાત કરતા સંજય દત્તે કહ્યું હતું કે, “ખલનાયકની ભૂમિકા ભજવવી હંમેશા રોમાંચીત રહેતુ હોય છે. કારણ કે વિલનના પાત્રમાં તમે તમામ નિયમોનો ભંગ કરો છો. મને સમજાયું કે જ્યારે તમે વિલનનો રોલ કરો છો, ત્યારે તેમાં સખત મહેનત લાગતી હોય છે. સંજયે આગળ કહ્યું કે, તમે પેપરમાંથી એક પાત્ર લઈ શકો છો અને તમારી ઈચ્છા મુજબ ભજવી શકો છો. જ્યારે હું એક વિલનનો રોલ કરું છું ત્યારે મને ખૂબ જ મજા આવે છે અને હું નસીબદાર છું કે લોકો મારા વિલનના પાત્રને અત્યાર સુધી પસંદ કર્યો છે. સંજય દત્તે એમ જણાવ્યું હતુ કે, નિર્માતાએ મને શુદ્ધ સિંહના રોલ માટે સંપૂર્ણ છૂટ આપી છે. અને મને આશા છે કે લોકોને મારું પાત્ર ગમશે.
- શમશેરા વિશે
શમશેરાની વાર્તા કાઝાના કાલ્પનિક નગરમાં સેટ કરવામાં આવી છે, ત્યાના લોકલ ટ્રાઈબને કેદ કરવામાં આવતો હોય છે અને સરમુખત્યાર જનરલ શુદ્ધ સિંહ દ્વારા તમામને ગુલામ બનાવવામાં આવે છે. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત, આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 22 જુલાઈએ રિલીઝ થવાની છે.