નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હાલમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે. માલદીવની વેકેશનની કેટલીક તસવીરો સારા અલી ખાને ફેર કરી છે જેના કારણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે બ્લૂ પ્રિન્ટેડ બિકિનીમાં જોવા મળી રહી છે. સારાનો આ બોલ્ડ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તે સિવાય એક તસવીરમાં સારા અલી ખાન પોતાના ફ્રેન્ડ્સ સાથે પૂલમાં ચિલ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
સારા અલી ખાન અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગીમાં જોવા મળશે.