પવિત્ર શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અમાસને કુશગ્રાહી અમાસ કહેવામાં આવે છે. પિતૃપક્ષની બરાબર પહેલા આવતી આ અમાસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પરોપકાર, પિતૃઓને પ્રણામ કરીને અને પિંડદાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. આ વર્ષે અમાસ બે દિવસ છે 27 ઓગસ્ટ શનિવારના રોજ બપોર સુધી અમાસ રહેશે. શનિવારનો દિવસ હોવાથી તેને શનિશ્ચરી અમાવસ્યા કહેવામાં આવે છે.
આ વર્ષે અમાસ તિથિ 26 ઓગસ્ટને શુક્રવારે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 27 ઓગસ્ટ શનિવારના રોજ બપોરે 01.47 કલાકે સમાપ્ત થશે. જ્યોતિષીઓ કહે છે કે અમાસ અને શનિવારનો દુર્લભ સંયોગ બહુ જ ઓછો બને છે. શનિશ્ચરી અમાસનો સંયોગ 14 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. અગાઉ આ દુર્લભ સંયોગ 30 ઓગસ્ટ 2008ના રોજ બન્યો હતો.
ગ્રહોના અધિપતિ શનિદેવ હાલમાં મકર રાશિમાં વક્રી સ્થિતિમાં બિરાજમાન છે. ધન, મકર અને કુંભ રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. તો બીજી તરફ મિથુન અને તુલા રાશિના લોકો શનિની ઢૈય્યાથી પરેશાન છે. જ્યોતિષીઓનું કહેવું છે કે શનિશ્ચરી અમાસના દિવસે ઢૈય્યા અને સાડાસતીથી પીડિત રાશિના લોકો કેટલાક ખાસ ઉપાય કરીને રાહત મેળવી શકે છે.
- શનિશ્ચરી અમાસ પર કરો આ ઉપાય
જે લોકોને શનિદેવની સાડાસાતી અને ઢૈય્યાના કારણે પરેશાની થઈ રહી છે, તેમણે આ શનિશ્ચરી અમાસ પર શનિદેવને સરસવનું તેલ ચઢાવવું જોઈએ. શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. શનિદેવને કાળા અડદની દાળ અર્પણ કરો અને તેમાંથી બનેલો પ્રસાદ લોકોમાં વહેંચો.
સાડાસાતી અથવા ઢૈય્યાથી મુક્તિ મેળવવા માટે શનિશ્ચરી અમાસના દિવસે આટલું દાન કરો. આ માટે એક વાસણમાં સરસવનું તેલ લો અને એક સિક્કો મૂકો. પછી તેમાં તમારો પડછાયો જુઓ અને તેને કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો. આ પછી પીપળના ઝાડની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તમારી પરેશાનીઓનો અંત લાવવા શનિદેવને પ્રાર્થના કરો.