મુંબઇઃ નવા વર્ષની શરૂઆતમા જ થાપણોદરને ખુશીના સમાચાર મળ્યા છે. એક સરકારી અને એક ખાનગી બેન્કોએ વિવિધ મુદ્દતી થાપણોના વ્યાજદરમાં વૃદ્ધિની ઘોષણા કરી છે. હવે અન્ય બેન્કો પણ પોતાના થાપણદરમાં વધારો કરે તેવી પ્રબળ શક્યતા છે. નોંધનિય છે કે, કોરોના મહામારી આવ્યા બાદ મોટાભાગની બેન્કોએ સતત થાપણોના વ્યાજદર ઘટાડતા લોકોની વ્યાજરૂપી કમાણીમાં મોટો ઘટાડો થયો હતો.
SBIએ દેશની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ સમયગાળાની મુદ્દતી થાપણોના વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. બેન્કે બે કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણોના વ્યાજદરમાં વધારો કર્યો છે. થાપણોના આ નવા વ્યાજદર 15 જાન્યુઆરી, 2022થી લાગુ થયા છે. હવે વિવિધ મુદ્તી થાપણો પર 2.90થી લઇને 5.40 ટકા સુધીનું વ્યાજ મળ્યુ છે. સિનિયર સિટીઝનને હવે 5.5 ટકાના બદલે 5.6 ટકા વ્યાજ મળશે.
નવા વ્યાજદરો
સમયગાળો વ્યાજદર સિનિયર સિટીઝન માટે
7થી 45 દિવસ 2.90% 3.40%
46થી 179 દિવસ 3.90% 4.40%
180થી 210 દિવસ 4.40% 4.90%
211 દિવસથી 1 વર્ષ કરતા થી ઓછો 4.40% 4.90%
1 વર્ષ 1 દિવસથી લઇ 2 વર્ષ કરતા ઓછો 5.00% 5.60%
2 વર્ષ 1 દિવસથી લઇ 3 વર્ષ સુધી 5.10% 5.60%
3 દિવસ1 દિવસથી લઇ 5 વર્ષ 5.30% 5.80%
5 વર્ષ 1 દિવસથી લઇ 10 વર્ષ 5.40% 6.20%
સ્ત્રોત – SBI website
HDFC બેન્કે પણ વધાર્યા થાપણદર
ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કે પણ રૂ. બે કરોડથી ઓછી રકમની થાપણોના વ્યાજદર વધાર્યા છે જે 12 જાન્યુઆરી, 2022થી લાગુ થયેલા ગણાશે. બેન્કે વિવિધ મુદ્દતી થાપણોના વ્યાજદરમાં 0.5થી લઇ 0.10 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે.