કોરોના એમાં પણ ઓમિકોર્ન વેરિએંટે આખા દેશમાં કહેર વરસાવ્યો છે. જો કે મૃત્યુદર ઓછો હોવાથી હાલમાં રાહત છે. વધતાં કેસો અને રસીકરણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી રાજ્યમાં સ્કૂલો ચાલુ થઈ જશે. ધોરણ 1-12 માટે સ્કૂલ ચાલુ કરી દેવાશે. સાવચેતી સાથે પ્રી પ્રાઈમરી સ્કૂલો પણ ચાલુ કરી દેવાશે.
મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર, મુંબઈમાં પ્રિ-પ્રાઈમરી લેવલથી લઈને ધોરણ 12 સુધીની સ્કૂલો સોમવારથી ઓફલાઈન સ્કૂલ ચાલુ કરી દેવાશે. રાજ્યના શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે રાજ્યની શાળાઓને ખોલવા માટે મુખ્યમંત્રીને સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો, પ્રસ્તાવ પર વિચારણા કર્યા બાદ સીએમ ઠાકરેએ ગુરુવારે મંજૂરી આપી દીધી છે.
From 24 (January) we will be reopening schools for classes 1-12th with COVID protocols; CM has agreed to our proposal: Varsha Gaikwad, Maharashtra School Education Minister pic.twitter.com/Tji4l8Y0AF
— ANI (@ANI) January 20, 2022
આ મામલે એજ્યુકેશન મંત્રી “શાળા ખોલવાને લઈને અમારી તરફથી મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેમાં અમે કહ્યું હતું કે સોમવારથી સ્કૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવે અને સ્કૂલો અંગે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે. સ્થાનિક સંસ્થાને, જિલ્લા કલેક્ટરને." આપવામાં આવશે.
શાળા ખુલવાની સાથે જ એવી સૂચના પણ આપવામાં આવી છે કે જે બાળકોના માતા-પિતા તેમની સંમતિથી તેમને શાળાએ મોકલવા માંગે છે. તે બાળકોને જ આવવા દેવામાં આવશે. આ ઉપરાંત તમામ બાળકો, સ્ટાફ અને શિક્ષકોને કોરોના રસીના ડોઝ પણ આપવામાં આવશે.