spot_img

ઘરની બહાર લીબું-મરચા લટકાવવા એ અંધવિશ્વાસ, સાયન્સ કે પછી વાસ્તુશાસ્ત્ર, જાણો શું છે સાચું કારણ

ભારતમાં એવા ઘણા બધા રિતી રિવાજો છે જેણે જોઈને આપણા મનમાં અનેક સવાલો ઉભા થતા હોય છે અને તેના પાછળનું લોજિક શું છે? તે જાણવાનો પ્રયત્ન કરતા હોય છે. આજના ભણેલા લોકો ઘર કે દુકાનની બહાર લીંબુ-મચ્ચા લટકાવવા અંધ વિશ્વાસ માને છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના પાછળ સાયન્સ રહેલું છે.

તમે જોયું હશે કે લોકો પોતાની દુકાનો, વાહન અને ઘરની બહાર લીબું- મરચા લટકાવી રાખે છે. કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ માને છે તો કેટલાક લોકો આને પ્રથાઓને પોતાના વિકાસ અને પરેશાનીઓથી બચવા માટે અપનાવે છે અને કેટલાક લોકો પોતાની દુકાન દરવાજા પર તો કોઈ પોતાના બની રહેલા ઘરના દરવાજા પર ખરાબ શક્તિઓથી બચાવવા માટે લગાવે છે.

  • તેની પાછળનું વિજ્ઞાનિક કારણ
    કેટલાક લોકોનું માનવુ છેકે તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાંથી દૂર રહે છે અને સભ્યોને કોઈ પરેશાની થતી નથી પણ આ બધી ફક્ત વાતો છે. હકીકતમાં લીંબૂ-મરચા લટકાવવાથી હવા શુદ્ધ થાય છે. જેનાથી બીમારીઓ દૂર રહે છે. લીંબૂનુ ઝાડથી આસપાસનું વાતાવરણ શુદ્ધ રહે છે. પણ શહેરોના દરેક ઘરમાં લીંબુનુ ઝાડ હોવુ શક્ય હોતુ નથી તેથી આવી પરિસ્થિતિમાં લોકો લીંબૂ-મરચાં લટકાવી લે છે. જેનાથી ઘરમાં આવનારી હવા શુદ્ધ થઈ જાય અને સભ્યો પર સકારાત્મક ઉર્જા પડે. ઘરની બહાર લીંબૂ-મરચાં લટકાવવા માટે લીબૂમાં સોઈથી કાણું પાડવુ પડે છે. જેનાથી ભીની સુગંધ હવામાં ફેલાય જાય છે. આ ખુશ્બુથી કીડી-મકોડા જીવ જંતુ પણ દૂર રહે છે અને તાજી હવા મળવાથી કોઈ બીમારી થતી નથી પણ તેને દર અઠવાડિયે બદલવુ જોઈએ. કારણ કે લીંબૂ વાસી થવાથી તેમાથી દુર્ગંધ આવવા માંડે છે.
  • જંતુનાશક ગુણધર્મો
    વિજ્ઞાન અનુસાર લીંબુ અને મરચામાં જંતુનાશક ગુણ હોય છે. તેણે દરવાજા પર લગાવવાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. જ્યારે, વાસ્તુ દરવાજા પર લીંબુ અને મરચાના ઉપયોગ કરવાથી વાસ્તુ શાસ્ત્રને પણ સપોર્ટ મળે છે. વાસ્તુ અનુસાર આ બંનેને એકસાથે દરવાજા પર લટકાવવાથી નકારાત્મકતા આવતી નથી. તેનાથી ઘરની અંદર સકારાત્મકતાનો અનુભવ થાય છે. વાસ્તુ એવું પણ કહે છે કે ઘરના આંગણામાં લીંબુનું ઝાડ લગાવવું જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles