spot_img

રાજ્યમાં 5-6 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં એક વખત ફરી માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 5-6 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

બે દિવસમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ વરસશે. 6 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા અને જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડિગ્રી નીચુ જવાની શક્યતા છે.

સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે, જેની અસરોથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, સાથો સાથ લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યના 12 શહેરોમાં ગરમીનો પારો 29થી 31 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. 5 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. જો કે અમદાવાદમાં વાતાવરણ વાદળીયું રહેવાની શક્યતા છે. બીજી તરફ ખેડૂતોને શિયાળુ પાકની ચિંતા છે. વારંવાર માવઠું થવાથી પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

અમદાવાદમાં 8 જાન્યુઆરી બાદ ઠંડી વધશે

રાજ્યમાં 10 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 4થી 5 દિવસોમાં શહેરોના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.થોડા દિવસ પહેલાં રાજ્ય સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું અને વરસાદી છાંટા પડવાને કારણે ઠંડી વધી હતી. આ ઉપરાંત ઉત્તર ભારતમાં હીમ વર્ષાને કારણે ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડી વર્તાઈ હતી. જોકે હવે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles