spot_img

હવાઇ મુસાફરી કરતા લોકો માટે આવ્યા સારા સમાચાર, ફ્લાઇટમાં આ સુવિધાની મળી છૂટ

દેશના લાખો ડોમેસ્ટિક હવાઈ મુસાફરો માટે એક ખુશખબર છે. નાગર વિમાનન મંત્રાલયે એરલાઈન્સીઝને હવે તમામ ફ્લાઈટમાં ખાવા-પીવા, ન્યૂઝપેપર જેવી સુવિધાઓ આપવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે સરકારે આ વર્ષે 15 એપ્રિલના રોજ એ તમામ ફ્લાઈટમાં ખાવા-પીવાની વસ્તુઓના વિતરણ પર પ્રતિબંધ મુકી દીધો હતો જે 2 કલાક કે તેના કરતા ઓછા સમયની હતી.

મંત્રાલયે મંગળવારે તમામ એરલાઈન્સીઝને કોઈ પણ પ્રકારની રોકટોક વગર આ માટેની મંજૂરી આપી દીધી છે. દેશમાં કોરોનાના કેસમાં ભારે ઘટાડા અને વેક્સિનેશનના ઉંચા આંકને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.

મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘ડોમેસ્ટિક રૂટ્સ પર ફ્લાઈટ્સ ચલાવી રહેલી એરલાઈન્સ હવે કોઈ પણ પ્રકારની ઉડાન અવધિની રોકટોક વગર પ્લેનમાં ખાણી-પીણીની સેવાઓ આપી શકશે.’ આદેશ પ્રમાણે એરલાઈન્સ હવે ન્યૂઝપેપર, મેગેઝીન જેવું રીડિંગ મટીરિયલ પણ પ્લેનની અંદર વિતરિત કરી શકશે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles