બોલીવૂડ કિંગ ખાન(Shahrukh Khan) છેલ્લાં ઘણા સમયથી ફિલ્મો અને સોશ્યલ મીડિયાથી(Instagram)સદંતર દુર હતો. તેમાં પણ આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ તો ‘કિંગ’ ખાને લાઈમલાઈટથી દુર જ હતો. ન તો તે મીડિયા સમક્ષ કે પછી ન તો સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ(Post) મુકતો હતો પરંતુ બુધવારે, 19 જાન્યુઆરીએ, તેણે ઇન્સ્ટાગ્રામ પર પ્રથમ પોસ્ટ મૂકી ત્યારે ચાહકોને એક મોટા સમાચાર આપ્યા.
શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉંટ પર એક જાહેરાતનો વીડિયો શેર કર્યો છે. વિડિયોમાં કિંગ ખાન એક લક્ઝુરિયસ કારમાંથી એક બંગલામાં જવાં સમયથી શરૂ થાય છે. બાદમાં સોફા, રોલેબલ ટેલિવિઝન વગેરે સહિતની ઉપલબ્ધ તમામ સુવિધાઓ દેખાય છે. કિંગ સાથે જાહેરાતમાં ગૌરી ખાન પણ દેખાઈ રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કપલ સોફા પર બેસીને ટીવીનો જોઈ રહ્યુ છે. શાહરૂખ ખાને લાંબા સમય બાદ સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકતા તેના ફેંસમાં જોરદાર ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેના ફેંસ કોમેટ પણ કરી રહ્યા છે કે, કિંગ ઇઝ બેક,
આપને જણાવી દેવા માંગીએ છીએ કે શાહરૂખ ખાન તેની ફિલ્મ પઠાણના શૂટિંગમાં અત્યારે વ્યસ્ત છે. ફિલ્મના સેટ પરથી તેની ઘણી તસવીરો પણ સામે આવી છે. આવનારી ફિલ્મમાં અલગ જ અવતારમાં જોવા મળશે. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ (દીપિકા પાદુકોણ), ઈમરાન હાશ્મી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં સલમાનનો કેમિયો પણ જોવા મળશે.