હાલમાં ક્રિપ્ટોકરન્સીની માર્કેટમાં ખૂબ બોલબાલા છે, ભારતીય બજારમાં મીમ કોઇન પોતાની પકડ મજબૂત બનાવી રહ્યા છે. આવો જ એક મીમ કોઇન શીબા ઇનુ (ShibaInu) દુનિયાભરમાં ધુમ મચાવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં શીબાઇનુએ લગભગ 70 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે અને એક અઠવાડીયામાં રોકાણકારોને 200 ટકાનું રિટર્ન આપાવ્યું છે અને આજ કારણે હાલમાં શીબાઇનુ ચર્ચામાં છે.
શીબા ઇનુએ ઇન્વસ્ટર્સને આપેલા રિટર્ન અને તેના ભાવમાં આવેલા ઉછાળાને કારણે શીબા દુનિયાની સૌથી મોટી સાતમાં નંબરની ક્રિપ્ટો કરન્સી બની ગઇ છે. હાલમાં બિટકોઇન, ઇથેરિયમ, કાર્ડાનો જેવી ક્રિપ્ટો કરન્સી ડાઉનમાં ચાલે છે, પરંતુ શીબાઇનુનો ગ્રાફ સતત પર જઇ રહ્યો છે અને તેના લીધી તેમાં રોકણકરનારાઓને સારુ રિટર્ન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ક્રિપ્ટો માર્કેટમાં કોઇ એક્સપર્ટની સલાહ લઇને રોકણ કરવું અમે માત્ર તમને માર્કેટની જાણકારી આપીએ છીએ..