બિગ બોસ 13ની (Big boss) સૌથી વધુ લોકપ્રિયતા શહેનાઝ ગીલે (Shehnaz Gill) મેળવી હતી. જો કે અભિનેતા સિદ્ઘાર્થ શુક્લાના (Siddharth Shukla) નિધન (Death) બાદ તેનું આખું જીવન બદલઈ ગયુ છે.
સિદ્ગાર્થના નિધન થયાના 4 મહિના બાદ શહેનાઝ તેના વિશે વાત કરતી દેખાઈ છે. શહનાઝે બ્રમ્હકુમારી શિવાની બહેન સાથે વાત કરી. વાતચીત વીડિયો કોલથી કરાઈ જેમાં સિદ્ઘાર્થ શુક્લા અંગે વાતચીત થઈ. આપને જણાવી દેવા માંગીએ છીએ. આ શેહનાઝ ગીલે આખી વાતચીતનો વીડિયો યુ ટ્યુબ ચૈનલ પર મુક્યો હતો. શહનાઝનો આખો વીડિયો સરેરાશ એક કલાકનો છે. વીડિયોમાં દેખાતી શહનાઝમાં આત્મવિશ્વાસ વધ્યો હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યો છે.
#ShehnaazGiIl has become so strong Mashallah!! So happy for u!! And the way u remembered #SidharthShukIa is the best part!! Love u bebu love u #SidNaaz pic.twitter.com/r3DxBPvshv
— Rabia Rajput ♥️ #TuYaheenHai (@RabzyBling) January 4, 2022
વીડિયોમાં શિવાની બહેન સાથે વાત કરતાં શહેનાઝે સિદ્ઘાર્થ શુક્લાના મુદ્દે પણ ચર્ચા કરી છે. શહનાઝ વીડિયોમાં બોલે છે કે તે સિદ્ગાર્થને અવારનવાર કહેતી હતી કે તેણે શિવાની બહેન સાથે વાત કરવી છે. શિવાની બહેન મને બહુ જ સારી લાગ છે. ત્યારે સિદ્ઘાર્થ દરેક વખતે કહેતો હતો કે પાક્કુ વાત કરીશુ. તુ હાલ ચીલ કર. વીડિયોમાં તે ખુબ જ હસતી અને ખુશ મિઝાજ લાગી રહી છે.
વીડિયોના અંતમાં શહનાઝ પોતાની વિષે વાત કરે છે અને કહે છે કે 2 વર્ષમાં તેણે પોતાની જાતમાં ખુબ જ બદલાવ કર્યો છે. પહેલાં તે પોતાની જાતને લઈને ખુબ જ કોન્શિયસ રહેતી હતી. પરંતુ હવે તે પોતાની આત્માને લઈને કોન્શિયસ રહે છે.