અમેઝોનની ગ્રેટ ઇન્ડિયા ફેસ્ટિવ સેલ ચાલુ છે. આ સેલમાં કેટલીક કંપનીઓ પોતાની પ્રોડક્સ પર સારી ઓફર આપી રહી છે. એવામાં કેટલીક ટોપ બ્રાન્ડ્સ જેવી કે સેમસંગ, વન પ્લસ અને શિયોમી જેવી કંપનીઓ પોતાની ટીવી પર શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે પણ બજેટ ટીવી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે છે.
Samsung UA32T4340AKXXL:સેમસંગની Wondertainment સીરીઝના Samsung A32T4340AKXXLમાં 32 ઇંચની HD સ્ક્રીન 1366×768 પિક્સલ રેજોલૂશન સાથે આપવામાં આવ્યુ છે.
જેમાં 60Hzનો રિફ્રેશ રેટ છે. આ ટીવી 20W ડૉલ્બી ડિજિટલ પ્લસ ઓડિયો સ્પીકર સાથે આવે છે. આ સિવાય જેમાં કનેક્ટિવિટી માટે બે એચડીએમઆઇ પોર્ટ અને એક યુએસબી પોર્ટ આપવામાં આવ્યુ છે. અન્ય ફીચર્સમાં સ્ક્રીન શેર અને મ્યૂઝિક સિસ્ટમ પણ તમને મળે છે. આ ટીવીની પ્રાઇસ 19,990 રૂપિયા છે પરંતુ સેલમાં તમને આ માત્ર 17,490 રૂપિયામાં મળી રહી છે.