વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ મંદિર પાસે બનેલા નવા સર્કિટ હાઉસનું ઉદ્દઘાટન કર્યુ હતુ. સર્કિટ હાઉસના ઉદ્દઘાટન પછી પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત એક શ્લોક સાથે કરી હતી. મોદીએ કહ્યુ, ભગવાન સોમનાથની આરાધનામાં અમારા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે- ભક્તિપ્રદાનાય કૃતાવતારં, તં સોમનાથં સરણં પ્રપદ્યે. એટલે કે, ભગવાન સોમનાથની કૃપા અવતીર્ણ હોય છે, કૃપા અવતીર્ણ થાય છે, કૃપાના ભંડાર ખુલી જાય છે. પીએમ મોદીએ કહ્યુ કે જે પરિસ્થિતિમાં સોમનાથ મંદિરને નષ્ટ કરવામાં આવ્યુ અને પછી જે પરિસ્થિતિમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીણોદ્વાર થયો, તે બન્ને અમારી માટે એક મોટો મેસેજ છે.
30 કરોડના ખર્ચથી બન્યુ સર્કિટ હાઉસ
દર વર્ષે સોમનાથ મંદિરમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ આવે છે. વર્તમાન સરકારી સુવિધા મંદિરથી ઘણી દૂર છે, માટે અહી નવા સર્કિટ હાઉસની જરૂરત હતી. નવા સર્કિટ હાઉસ લગભગ 30 કરોડના ખર્ચે બનેલુ છે અને આ સોમનાથ મંદિરની પાસે જ છે.
प्रधानमंत्री नरेंद्र मोदी ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए गुजरात के सोमनाथ में नए सर्किट हाउस का उद्घाटन किया। https://t.co/aUGXhJMIcZ pic.twitter.com/XreFd71spx
— ANI_HindiNews (@AHindinews) January 21, 2022
શું છે ખાસિયત?
આ સર્કિટ હાઉસમાં કેટલીક આધુનિક સુવિધાઓ છે. સર્કિટ હાઉસ ઉચ્ચ શ્રેણીના સુઇટ્સ, વીઆઇપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમની સુવિધાથી લૈસ છે. તેને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યુ છે કે દરેક રૂમમાંથી દરિયાનો નજારો જોવા મળશે.
સોમનાથ મંદિરની વિશેષતા
સોમનાથ મંદિરના નિર્માણમાં લગભગ પાંચ વર્ષ લાગ્યા હતા. મંદિરનો શિખર આશરે 150 ફૂટ ઉંચો છે. મંદિરના શિખર પર એક કળશ છે જેનું વજન 10 ટન છે. આ મંદિર 10 કિમી સુધી ફેલાયેલો છે. જેમાં વધુ 42 મંદિર છે. મુખ્ય મંદિરની અંદર ગર્ભગૃહ, સભા મંડપ અને નૃત્ય મંડપ છે. મંદિરના દક્ષિણ અને દરિયા કિનારે એક સ્તંભ છે જેને બાણસ્તંભના નામથી ઓળખવામાં આવે છે.