મા અને દીકરાનો પ્રેમ કોઈ પણ પ્રેમ કરતાં ચઢિયાતો ગણાય છે. જો કે દુનિયામાં એવાં ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. જેનાથી માતા પિતાના પ્રેમની વ્યખ્યા ભુંસાઈ જાય છે. બ્રીટનમાં એક દીકરાએ પોતાની માતાની ગળુ કાપીને હત્યા કરી નાંખી અને પછી તેના શરીરના 11 કટકા કરી નાંખ્યા. દીકરાનું માનવુ હતુ કે તેની માં રાક્ષસ છે અને ભગવાને તેને મારવા માટે જણાવ્યુ છે.
ડેલી મેઈલ પ્રમાણે 41 વર્ષિય અર્નેસ્ટ ગ્રુજાએ પોતની 59 વર્ષિય માતા વિલ્સાવા મિર્જેજસ્કાની ફ્લેટમાં જ હત્યા કરી નાંખી. આરોપીએ પોતાની માની હત્યા કર્યા બાદ શરીરના 11 કટકા કરી નાંખ્યા અને પછી અલગ અલગ ભાગને ફ્રીઝ અને તિજોરીમાં ભરી કાઢ્યા.
કેમ્બ્રિજ ક્રાઉન કોર્ટમાં વકીલો જણાવ્યુ હતુ કે અર્નેસ્ટ 22 ફેબ્રુઆરી તેના ફ્લેટની પાસેની બાજુની દુકાને પહોંચ્યો ત્યારે દુકાનદારને શંકા થઈ હતી, કારણ કે તેના કપડાં પર લોહી લાગ્યુ હતુ. દુકાનદારે પોલીસને ફોન કરીને બોલાવી તો અને પોલીસ જ્યારે અર્નેસ્ટના ઘરે પહોંચી તો પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસ જ્યારે ફ્લેટમાં પહોંચી તો અર્નેસ્ટ પોતાની મા નું માથુ પોતાના હાથમાં લઈને સોફા પર બેઠો હતો. પોલીસે તેની તરત જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે ઘરની વધુ તપાસ હાથ ધરી તો અલગ અલગ જગ્યાઓ પર આરોપીએ પોતાની માં ના શરીરના કટકા મુકી રાખ્યા હતાં.
કોર્ટમાં વકીલો દ્વારા જણાવામાં આવ્યુ કે અર્નેસ્ટને ભ્રમ હતો કે તેની માં રાક્ષસ છે. અને રાક્ષસની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરવા માટે તેને ભગવાને જણાવ્યુ છે. અર્નેસ્ટને વિશ્વાસ હતો કે પોતાની માં ના શરીરના અંગો પર પવિત્રજળ અને લોહી નાંખશે તો તે ફરીથી જીવીત થઈ જશે. વકીલોએ અર્નેસ્ટને માનસીક રીતે બીમાર ગણાવ્યો. પિછલા દિવસોમાં કોર્ટની સુનાવણીમાં આરોપીને અર્નેસ્ટને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જો કે તેની માનસિક સ્થિતિ જોતા કોર્ટે તેને અત્યારે મેંટલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવાનો પોલીસને નિર્દેશ આપ્યો છે.