ચેતેશ્વર પૂજારાને રાહુલ દ્રવિડનું બીજુ રૂપ માનવામાં આવે છે. ક્રિકેટ ફેંસ એવું માનતા હતા કે રાહુલ દ્રવિડની રીટાયમેન્ટ બાદ પૂજારા તેમના સ્થાને આવશે અને ભારત માટે ધ વોલ બનશે. અત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરિઝમાં પૂજારાએ ધોનીનો પણ રેકોર્ડ તોડી નાંખ્યો છે.
સેંચુરિયનમાં સા. આફ્રિકા સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરિઝના પહેલી મેચમાં પહેલાં દિવસે ચેતેશ્વર પૂજારા પહેલાં જ બોલ પર પેવેલીયન ભેગો થઈ ગયો હતો. પૂજારાને લુંગી એનગીડીએ કીગન પીટરસન હાથમાં કૈચ અપાવી આઉટ કરી દીધો. આઉટ થતાંની સાથે જ પૂજારાના નામે એક રેકોર્ડ બની ગયો છે. પૂજારા ટેસ્ટ ક્રિકેટરમાં 11 મી વાર ડક પર આઉટ થયો. ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં 10થી વધુ વખત ડક પર આઉટ થનારો 26મો ભારતીય ખેલાડી બની ગયો. આઉટ થતાંની સાથે જ પૂજારાએ ભારતા પૂર્વ ભારતીય કેપ્ટન એમએસધોની ના 10 વાર શૂન્ય રન પર આઉટ થવાના રેકોર્ડને પણ તોડી નાંખ્યો છે. ભારત તરફથી ત્રણ નંબર પર આવીને શૂન્ય રન પર આઉટ થનારા બેટ્સમેન બની ગયો છે.
એટલુ જ નહી, ટેસ્ટ ક્રિકેટમાં એવું બીજીવાર બન્યુ કે પૂજારા પહેલા બોલે જ આઉટ થઈ ગયો. મતલબ કે ગોલ્ડન ડકનો શિકાર બન્યા. મજાની વાત એ છે કે બંન્ને વખત ગોલ્ડન ડકનો શિકાર ફક્ત એક જ બોલર લુંગી એનગીડી છે. આ મેચ પહેલાં વર્ષ 2018માં સેંચુરિયનમાં રમયેલી ટેસ્ટ મેચમાં એનગિડીએ પૂજારાને પહેલાં જ બોલમાં આઉટ કરી દીધો હતો
ટેસ્ટમાં નંબર ત્રણ પર સૌથી વધુ વાર ડક આઉટ થનારા ભારતીય બેટ્સમેન
8.દિલિપ વેંગસર
7.રાહુલ દ્રવિડ