ફિલ્મ ‘બાહુબલી’માં કટપ્પાના કેરેક્ટરથી લોકપ્રિય થયેલા સાઉથ ઈન્ડસ્ટ્રીઝના દિગ્ગજ અભિનેતા સત્યરાજ પણ કોવિડ પોઝીટીવ થયા છે. પરંતુ હવે અહેવાલ આવ્યાં છે કે તેમની તબિયત વધારે ખરાબ થઇ છે. તાજેતરમાં જ્યારે એક શૂટિંગ દરમ્યાન સત્યરાજ કોરોના સંક્રમિત જોવા મળ્યાં તો તેઓ નોર્મલ હતા. રિપોર્ટ આવ્યાં બાદ તેઓ હોમ આઈસોલેશનમાં હતા. રિપોર્ટસ મુજબ, તબિયત બગડવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં છે. અહેવાલ છે કે સત્યરાજને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. થોડા દિવસ પહેલાં તેમને હળવા લક્ષણ અનુભવાયા હોવાના કારણે તેમનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થયા હતા. અહેવાલો મુજબ, તબિયતમાં સુધારો ના આવવાના કારણે 7 જાન્યુઆરીએ, શુક્રવારે સાંજે સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મહત્વનું છે કે, સત્યરાજની તબિયતને લઇને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ જો રિપોર્ટસનું માનીએ તો તેમાં કોરોનાના ગંભીર લક્ષણ અનુભવાયા છે. જેને પગલે તબિયતમાં ફેરફાર ના આવવાના કારણે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે સત્યરાજને તામિલ ફિલ્મોના સુપરસ્ટાર કહેવામાં આવે છે. તેમણે 1978માં પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ. પરંતુ ફિલ્મ બાહુબલીમાં કટપ્પાના પાત્રએ તેમને આખા દેશમાં લોકપ્રિય બનાવી દીધા. ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં અભિનેતા સત્યરાજે દીપિકાના પિતા અને એક ડૉનનુ પાત્ર ભજવ્યું હતુ.