સ્પેનમાં પીરિયડ્સ દરમિયાન થતી પીડાને ધ્યાનમાં રાખીને મહિલાઓને દર મહિને ત્રણ વધારાની રજાઓ મળશે. આવું કરનાર સ્પેન પ્રથમ પશ્વિમી દેશ બની ગયો છે. પીરિયડ પેઇન માટે આપવામાં આવતી રજાની મર્યાદા દર મહિને 3 દિવસ નક્કી કરવામાં આવી છે. સ્પેનની સરકાર આવતા સપ્તાહથી દેશમાં આ સુધારાઓ લાગુ કરવા જઈ રહી છે.
મંગળવારે સ્પેનની આગામી કેબિનેટ બેઠકમાં પસાર થનારા સુધારા પેકેજના ભાગરૂપે શાળાઓએ પણ જરૂરિયાતમંદ છોકરીઓ માટે ‘સેનિટરી પેડ્સ’ પ્રદાન કરવાની જરૂર પડશે.અત્યાર સુધી અમુક દેશોમાં જ પીરિયડ્સ દરમિયાન રજા આપવામાં આવે છે. જાપાન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા અને ઝામ્બિયા માસિક રજાઓ આપનારા દેશોમાં સામેલ છે. હવે આ યાદીમાં સ્પેન પણ સામેલ થઈ ગયો છે.
સ્પેને પણ માસિક સ્વાસ્થ્ય અને પ્રજનન સ્વાસ્થ્ય, ગર્ભપાત કરાવનાર મહિલાઓને રજા આપવા સહિત ખાતરી આપવા માટે 3 માર્ચે એક પેકેજની જાહેરાત કરી હતી. આ તમામ ઉપાયોનો ઉદ્દેશ્ય ખાસ કરીને પીડામાંથી પસાર થતી મહિલાઓને ફાયદો પહોંચાડવાનો છે. ઘણી સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન ‘ડિસમેનોરિયા’થી પીડાય છે.
સ્પેનમાં સેનિટરી પેડ્સ અને ટેમ્પન પરથી પણ વેટ દૂર કરવામાં આવશે. ઉપરાંત સામાજિક રીતે વંચિત મહિલાઓને આ મફતમાં આપવામાં આવશે. સ્પેન પણ વેશ્યાવૃત્તિ માટે મહિલાઓની હેરાફેરી અટકાવતો કાયદો પસાર કરવાનું વિચારી રહ્યું છે.