ભારતમાં સહિત તમામ રાજ્યોમાં રોડ, બિલ્ડિંગ, બુલેટ ટ્રેન વગેરે અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટસ ચાલુ રહ્યા છે અથવા ચાલુ કરવાની વિચારણા છે, તેની સામે એક દેશ એવો છે જેને ફક્ત રડવા માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જી હાં સ્પેનમાં તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ દુર કરવા માટે “ક્રાઈમ રૂમ” પ્રોજેક્ટ શરૂ કર્યો છએ. સ્પેનના મેડ્રિડ શહેરમાં તૈયાર કરાયેલો ક્રાઈંગ રૂમમાં હવે કોઈપણ સમસ્યાથી ઝુઝતો વ્યક્તિ જોરથી રડી શકે છે અથવા તો જોરથી બુમ પણ પણ પાડી શકો છો, આ રૂપમાં સરકારે જ મદદ માટે મનોચિકિસ્તક હાજર કરી દીધા છે.
સ્પેનમાં ખાસ આ પ્રોજેક્ટ શરૂ કરવાનું મુખ્ય કારણ એ છે કે સ્પેનમાં 2016ની સાલમાં 3 હજારથી વધુ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી, કુદરતી અને કારણો પછી બીજુ આત્મહત્યા કરવાનુ કારણે એ છે કે સ્પેનમા દર 10માંથી એક ટીન એજર મેન્ટલ હેલ્થથી ઝઝુમી રહ્યા છે. આ સમસ્યાઓ દુર કરવા માટે સેટ્રંલ મેડ્રિડમાં એક ઈમારતમાં તૈયાર કરવામાં આવેલા ક્રાઈંગ રૂમમાં દેશની કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે.
આ પ્રકારના રૂમ તૈયાર કરવાનું કારણ ફક્ત લોકોની મેંટલ હેલ્થને લઈને જાગૃક્તા લાવવાનો છે, મેન્ટલી હેલ્થ સારી રાખવા અને સમસ્યાઓ દુર કરવા નિઃસંકોચ લોકો મદદ માંગી શકે તેનો છે. ક્રાઈંગ રૂમમાં પ્રવેશ કરતાં જ તમને અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળશે, રૂમમાં એક દિવાલ પર એ લોકોના નામ લખવામાં આવ્યા છે જેની સાથે આપ બે ઝિઝક વાતચીત કરી શકો છો
જેનાથી તમે તમારી ઉદાસીનતા દુર કરી શકો છો.રૂમમાં જ મનોચિકિત્સકોના નંબર પણ આપેલા છે, જો કદાચ કોઈ એવો ગંભીર દર્દી આવી જાય કે તેને તત્કાલ ડોક્ટરની જરૂર પડે તો તેનો પણ સંપર્ક કરી શકાય. રૂમમી તમામ દિવાલો પણ સંપૂર્ણ પણે હકારાત્મક પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજે આ કેમ્પેનની શરૂઆત કરી હતી.