સબ ટીવી ચેનલ પર આવતા શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ખૂબ જ લોકપ્રિય શો છે, આ સીરયલના ચાહકો દેશ અને વિદેશના લાખો દર્શકો છે, તો કેટલીક મોટી હસ્તીઓ પણ આ સીરયલને પસંદ કરે છે. ત્યારે આ સીયરલના સૌથી લોકપ્રિય પાત્ર ‘જેઠાલાલ’ ખૂબ ચર્ચામાં છે, કેમ કે એક સ્પેનીશ પત્રકારે જેઠાલાલનો એક ફોટ શેર કર્યો અને તેના ફોલોઅર્સમાં વધારો થઇ ગયો હતો.
તમને જણાવી દઇએ કે એક સ્પેનીશ પત્રકારે જેઠાલાલનો ફોટો શેર કર્યો હતો, જેઠાલાલનો ફોટો શેયર કરતા જ ટ્વીટર પર 200 ફોલોઅર્સ વધી ગયા તે વિશે સ્પેનીશ પત્રકારે પોતે જાણકારી આપી છે. હવે તમે તારક મહેતાના જેઠાલાલની પોપ્યુલારિટી અને ફેન ફોલોઈંગનો અંદાજો આ વાત પરથી લગાવી શકો છો. એક પત્રકારે ટ્વીટર પર જેઠાલાલનો ફોટો શેયર કર્યો ત્યારબાદ તેના 200 ફોલોઅર્સ વધી ગયા. આ જોઈ સ્પેનીશ પત્રકાર પણ અચંબામાં મુકાઇ ગયો અને તેને તાત્કાલિક લોકોને આ વિશે જાણકારી આપી અને તેણે ટ્વીટ કરી કહ્યું કે જેઠાલાલનો એક ફોટો શેર કરતા જ અચાનક મારા 200 ફોલોઅર્સ વધી ગયા છે.
વાત જાણે એમ છે કે 21 નવેમ્બરે આર્મેનિયાના એક ચેસ પ્લેયર લેવોન એરોનિયને તારક મહેતાના જેઠાલાલનો કલરફૂલ શર્ટમાં એક ફોટો પોતાના એક ફોટા સાથે કોલાજ બનાવી શેયર કર્યો હતો. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે લેવોન એરોનિયને પણ જેઠાલાલના શર્ટની કોપી કરી કલરફૂલ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો છે. ત્યારબાદ તેમનો આ ફોટો સ્પેનિશ પત્રકારે પણ ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો અને ત્યારબાદ અચાનક જ તેમના ફોલોઅર્સ વધતા લાગ્યા અને જોતજોતામાં 200ને પાર પહોંચી ગયા. આ જોઈ પત્રકાર પોતે પણ અચંબામાં મુકાઇ ગયો. હવે તમે આ વાત પરથી જ અંદાજો લગાવો કે જેઠાલાલ વિદેશમાં પણ કેટલા લોકપ્રિય છે.