ESIC એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 15 જાન્યુઆરી 2022 થી શરૂ થઈ ગઈ છે. અરજી પ્રક્રિયા ફક્ત Online હાથ ધરવામાં આવશે. ઉમેદવારોને અરજી કરવા માટે 15 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)દ્વારા જાહેર કરાયેલી ભરતીમાં કુલ 3847 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગ્રેજ્યુએશન, 12 કે 10 પાસ છે તેવા તમામ લોકો પોસ્ટ માટે અરજી કરી શકે છે.
ESIC દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, અપર ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS ભરતી 2022) ની ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
ESIC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા 15 જાન્યુઆરી 2022 થી શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન અરજી કરો
અરજી કરવાની રીત
1.ઉમેદવારો પ્રથમ ESIC- esic.nic.in ની સત્તાવાર વેબસાઇટની શરૂ કરવી
2.હોમ પેજ પર આપેલા રિક્રુટમેન્ટ ઓપ્શન પર જાઓ.
3.તમારે તમારી પસંદગીના રાજ્યની લિંક પર જવું પડશે.
4.હવે Apply Online ની લિંક પર ક્લિક કરો.
5.તે પછી પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
6.નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી
અપર ડિવિઝન ક્લાર્ક (UDC) માટે 1726 જગ્યાઓ માટે ભરતી થશે. સ્ટેનોગ્રાફરની જગ્યા માટે 163 જગ્યાઓ ભરવામાં આવશે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે 1931 બેઠકો નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને ખાલી જગ્યાની વિગતો ચકાસી શકે છે.
શું હશે પગાર ધોરણ
7માં સેન્ટ્રલ પે કમિશન મુજબ, પસંદ કરેલા ઉમેદવારોને UDCની પોસ્ટ માટે પગાર સ્તર-4 હેઠળ દર મહિને રૂ. 25,500-81,100, સ્ટેનોગ્રાફર માટે રૂ. 25,500-81,100 પ્રતિ મહિને અને પસંદગીના ઉમેદવારોને રૂ. 18,000-56,900 પ્રતિ માસ મળશે. MTS ની પોસ્ટ મળશે.