રાજ્યમાં દિવસે દિવસે મકાનો સાથે સાથે જમીનના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. તેમાં પણ શહેરોમાં પોશ વિસ્તારોમાંથી ભાવો જાણે કાબુમાં જ નથી. ત્યારે સરકારે ફરીથી ત્રણ શહેરો માટે એવી જાહેરાત કરી દીધી છે જેનાથી ત્રણ શહેરોની 6 જગ્યાઓના ભાવો હવે વધવા લાગશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદ, વડોદરા અને સુરતની મંજુરી વિનાની પડી રહેલી. ટીપી સ્કિમોની મંજુરી આપી દીધી છે. અમદાવાદની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને એક ફાઇનલ ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને આજે રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે. ટીપી સ્કિમને જે વિસ્તારમાં મંજુરી મળી છે. તે વિસ્તારોનું ડવલોપમેંટ સાથે વિકાસ થશે. જેના કારણે આસપાસની વિસ્તારોના ભાવો પણ વધી જશે. વિવિધ ટીપી સ્કિમોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. ૪૨૯ (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નં. ૭૧ (વડોદ) નો સમાવેશ કરાયો છે. વડોદરા શહેરની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૪૩ (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર અપાઈ છે. જેમાં સુરતની ટીપી સ્કિમ નં. ૨૬ (સિંગણાપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. ૪-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. ૯૪(હાથીજણ-રોપડા) સમાવેશ થાય છે.
વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩ મંજૂર થવાથી ૨૨.૧૮ હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. ૪૨૯ મંજૂર થવાથી ૫૫.૪૭ હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૭૧ મંજૂર થવાથી ૧૫.૮૩ હેકટર જમીન સંપ્રાપ્ત થશે.
ત્રણ શહેરમાં 6 ટીપી સ્કિમને મંજુરી મળતાં જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેવા માટે જગ્યા મળી રહેવાની સરકારને અપેક્ષા છે. સાથે સાથે અન્ય વિકાસના કામો પણ થશે જેમાં બાગ-બગીચાનું નિર્માણ થશે.