નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમના કેપ્ટનપદેથી રાજીનામું આપી દીધું છે. સાત વર્ષ સુધી ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રહ્યા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમમાંથી સ્વેચ્છાએ કેપ્ટનશીપ છોડી દીધી છે. કોહલીએ એક ભાવુક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી.
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં સાત વર્ષ પહેલાં જ્યારે કેપ્ટનશીપ હાથમાં લીધી ત્યારે ભારત સાતમાં ક્રમે હતું અને આજે ભારત વિશ્વની નંબર -1 ટેસ્ટ ટીમ ટીમ છે. કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે 58.82 ટકા મેચ જીતી છે.કોહલીની કેપ્ટનશીપમાં ભારત 68 ટેસ્ટ મેચ રમ્યુ અને 40 ટેસ્ટમાં જીત મેળવી હતી. આ ટેસ્ટ જીતની ટકાવારી 58.82 ટકા છે. કોહલીના ખાતે ફક્ત 17 હાર ગઈ અને 11 ડ્રો ગઈ આમ કોહલીનો રેકોર્ડ ટેસ્ટમાં સૌથી મોટો સાબિત થયો છે.
ધોનીએ ટેસ્ટ મેચમાં ભારતને 60 મેચમાં કેપ્ટનશીપ કરી અને 27માં જીત અપાવી હતી જયારે 18 મેચમાં હાર થઈ છે અને 15માં હાર થઈ હતી આમ ધોની કરતાં પણ કોહલીનો રેકોર્ડ વધારે સારો રહ્યો. સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટમાં ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ પૈકીની ભારત 21 ટેસ્ટ જીત્યું હતું અને તેમની જીતનો રેશિયો 42.85 ટકા હતો. કોહલીએ ધોની અને ગાંગુલીને ટેસ્ટ જીતમાં પાછળ છોડી અને ટીમને નંબર વન બનાવી હતી.