spot_img

જુઓ SOUના પ્રમાણિક કર્મચારીની પ્રમાણિક્તાની કહાની

ગુજરાતમાં પ્રવાસન સ્થળની વાત આવે એટલે દરેકના મો પર ફક્ત એક જ શબ્દ આવે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર સાહેબની સૌથી મોટી પ્રતિમા જોવા દેશ વિદેશથી લોકો આવે છે. સ્થાનિય કર્મચારીઓના સ્વભાવ અને વર્તનના કારણે લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વારંવાર મુલાકાત લેવાની ઈચ્છા થાય છે. ત્યારે આજે એક વધુ એક એવો કિસ્સો બન્યો. souના કર્મયોગીએ પ્રવાસીનું ખોવાયેલ 2 તોલાનું સોનાનું મંગળસુત્ર પરત કર્યુ.

સૌરભ તડવીની પ્રવાસીને મંગળસુત્ર પરત આપતી તસવીર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સૌરભ તડવી સવારે ૧૧.૩૦ વાગે શ્રેષ્ઠ ભારતા ભવન સ્થિત ટિકિટ કાઉન્ટર ખાતે પોતાની ફરજ પર હતા. તે સમયે કાઉન્ટરની બહારનાં ભાગે એક પ્રવાસીનુ મંગળસુત્ર મળી આવેલુ હતુ, જેની ખરાઇ કરતા તે સોનાનું હોવાનું બહાર આવ્યુ હતુ અત્યારના માર્કેટ ભાવ પ્રમાણે મંગળસુત્રની કિંમત ૧,૦૦,૦૦૦/- જેટલી હતી. સૌરભે સતર્કતા દાખવી તુરંત પોતાનાં ઉપરી અધિકારીઓને જાણ અધિકારીઓ તરફથી મળેલા સલાહ સુચનો પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિતી ખાતે કાર્યરત કોલ સેન્ટર અને તમામ હેલ્પડેસ્ક પર જાણ કરી હતી અને મંગળસુત્રનાં માલિક મહિલાની શોધખોળ આરંભી હતી. 2 કલાક બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં એકઝીબિશનનાં હેલ્પડેસ્ક પર મિલિંદ સકસેના અને તેમનાં પત્નીએ મંગલસુત્ર ખોવાઈ ગયા અંગેની જાણ કરતાં અંગે જાણ કરતા દંપત્તિ વહીવટી કાર્યાલય, SOUADTGA ખાતે બોલાવી ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ ખાતરી કરીને સોનાના મંગળસુત્રને મૂળ માલિકને પરત કરાયુ હતુ. souના કર્મચારીની આ પ્રમાણિક્તાને કારણે સૌરભ તડવીની કામગીરી અને sou ની છબી પર ચાર ચાંદ લાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રૂ. ૭૦,૦૦૦/- ભરેલુ પાકીટ ગાઇડમિત્રોને મળી આવતા મુળ માલિકને પરત કરેલ હતુ ત્યારબાદ બીજી ઘટના આ બની હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles