સલમાન ખાન 27 ડિસેમ્બરના રોજ 56 વર્ષના થશે. જો કે તેના જન્મદિનના એક દિવસ પહેલાં જ તેમની સાથે એવી ઘટના ઘટી કે તેમને ફેંસ દુઃખમાં સરી પડ્યા. સલમાનને તેમના પનવેલવાળા ફાર્મ હાઉસમાં સાંપે (Snake) બાઈટ કરી લીધુ. જેના કરાણે સલમાનને મોડી રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચવુ પડ્યુ. જો કે તેમનુ સ્વાસ્થ સારુ છે. તેમને હોસ્પિટલમાંથી રજા પણ મળી ગઈ છે.
અત્યારે પણ સલમાન પોતાના એ જ ફાર્મ હાઉસમાં આરામ કરી રહ્યા છે. ફાર્મ હાઉસની આસપાસનો વિસ્તાર જંગલો અને પહાડોથી ભરેલો છે. જેના કારણે ફાર્મ હાઉસમાં અવાર નવાર સાપ અને અન્ય પ્રાણીઓ આવતા હોય છે. જો કે સલમાનનું ફાર્મ હાઉસ 150 કરોડમાં ફૈલાયેલુ છે.
સલમાન ખાન આવતીકાલનો બર્થ ડે સેલિબ્રેશન કરશે કે નહી તે પણ નક્કી નથી. કારણ કે અત્યારે તો તેઓ પોતાના ફાર્મ હાઉસમાં જ આરામ ફરમાવી રહ્યા છે. આપને જણાવી દેવા માગીએ છીએ કે સલમાનના સાથે સાથે તેણી ભાણીનો પણ જન્મદિવસ પણ આવતીકાલે છે. આયત તેની ભાણી છે જે અર્પિતા ખાન શર્માની દિકરી છે.
સલમાન ખાન ફાર્મહાઉસની અંદર દેખાવમાં આલિશાન છે. અહીંયા તમામ સુવિધાઓ રખાઈ છે. તેમની પાર્ટીઓમાં અવારનવાર પાર્ટી અને સોશ્યલ ઈવેન્ટ પણ થતાં રહે છે. આપને એ જણાવી દેવા માંગીએ છીએ કે આજ ફાર્મ હાઉસમાં ઘણી ફિલ્મોનું શુટિંગ પણ કરવામાં આવ્યુ છે. તેમની ખૂબ જ પ્રચલિત ફિલ્મ બજરંગી ભાઈજાનની શુટિંગ પણ આ ફાર્મહાઉસમાં કરવામાં આવી છે.
ફાર્મ હાઉસમાં અદ્ભુત સ્વિમિંગ પૂલ પણ છે. તેની આસપાસ મોટી સંખ્યામાં ઝાડ પણ લગાવવામાં આવ્યા છે. પૂલના સાઈડના વિસ્તારને પણ અલગ અને ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો છે.
ફાર્મ હાઉસમાં પાળેલા પ્રાણીઓ પણ રાખવમાં આવ્યા છે. ખાસ કરીને ઘોડા વધુ પ્રમાણમાં રખાયા છે. તેમની સારસંભાળ માટે પણ અલગથી આખો વિસ્તાર તૈયાર કરાયો છે. ઘોડાઓ પર તેમની ગર્લફ્રેંડ લુલિયા વંતુર, કૈટરીના કેફ સાથે અન્ય મહેમાનોને પણ ઘણીવાર રાઈડ કરતાં આપણે જોયા છે. સલમાન અહીંય બાઈ રાઈડિંગ સાથે ઓલ ટેરેન વ્હીકલ ગાડી પણ ચલાવે છે. સૌ કોઈ જાણે છે કે સલમાન ફિટનેસ માટે ખુબ જ ચિંતત રહે છે જેને લઈને સલમાને ફાર્મહાઉસમાં તમામ સુવિધાઓ સાથે જીમ તૈયાર કરાવ્યુ છે. સલમાનનું આ ફાર્મ હાઉસ મુંબઈથી 2 કલાકની દુરી પર છે.