હરીફાઈના જમાનામાં પૈસા કમાવવા આસાન રહ્યા નથી. તમારે કંઈક નવું વિચાવું પડે છે અથવા તો તમારે કંઈક નવુ આપવુ પડે છે. તો જ લોકો તમારી તરફ આકર્ષિત થાય. આ જ લાઈન પર અમેરીકાની એક રોબોટ બનાવતી કંપની વિચિત્ર જાહેરાત કરી છે. રોબેટને જે કોઈ વ્યક્તિ તેને ચહેરો આપશે તેને દોઢ કરોડ રૂપિયા કંપની તરફથી મળશે.
મીડિયા રીપોર્ટ્સના આધારે ન્યુયોર્કમાં રોબોટ બનાવવાવાળી કંપની Promobot એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જેના અંતર્ગત પોતાના રોબોટ પર માનવીના ચહેરા લગાવવા વિચારી રહી છે. પ્રોજેક્ટ માટે કંપનીએ નવી સ્કિમ બહાર પાડી છે. જાહેરાત કરી છે કે કંપનીના રોબોટને જે કોઈ વ્યક્તિ પોતાનો તહેરો આપશે તેને ઈનામ આપવામાં આવશે. ઈનામમાં પણ નાનુ નહી દોઢ કરોડ રૂપિયા.
જાહેરાત માટે કંપનીએ કોઈપણ પ્રકારના નીતિનિયમો રાખ્યા નથી. મહિલા અને પુરૂષ બંન્ને એપ્લાય કરી શકે છે. ઉંમરની પણ કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. કોઈપણ ઉંમરની વ્યક્તિ સ્કીમ માટે એપ્લાય કરી શકે છે.
મળતી માહિતી પ્રમાણે લોકોની અરજીઓ બાદ જે પણ વ્યક્તિ સિલેક્ટ થશે તેને કંપની સામેથી સંપર્ક કરશે. ત્યારબાદ આગલની તમામ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ન્યુયોર્ક સ્થિત આ કંપની દ્વારા બનાવામાં આવેલા રોબોટ્સ અલગ અલગ કામો માટે ઉપયોગમા લેવાય છે.