આજકાલ તમામ સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટોસ શેર કરતા હોય છે, આ ફોટોસ અને વીડિયો ઘણી વખત વાયરલ થઇ થઇ જતાં હોય છે. ત્યારે હાલમાં જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વીડિયો શેર કર્યો છે જેની ચર્ચાઓ હાલમાં ખૂબ થઇ રહી છે. જોકે શનિવારે તેમણે એક એવી ક્લિપ શેર કરી છે, જેને જોઇ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરી રહ્યા છે. ખરેખર આ વીડિયો ભારતમાં ડિજિટલ પેમેન્ટની વધતી લોકપ્રિયતાને દેખાડે છે. આ વીડિયો આનંદ મહિન્દ્રાએ 6 નવેમ્બરે ટ્વીટ કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું,‘શું તમારે ભારતમાં ડિજિટલ પેમેન્ટની વધતી ઝડપને લઇ કોઇ અન્ય પુરાવાની જરૂર છે.’
આનંદ મહિન્દ્રાએ શેર કરેલા આ વીડિયો 30 સેકન્ડની ક્લિપમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ દાન કરવા માટે ‘નંદી ગાય’ના માથા પર લાગેગ UPI બારકોડને પોતાના સ્માર્ટફોનથી સ્કેન કરે છે. આ જોઇ લોકો આશ્ચર્યચકિત છે. મોટી વાત એ છે કે, એક સમય હતો જ્યારે ડિજિટલ પેમેન્ટ કરતા લોકો ડરતા હતા. પરંતુ હવે ડિજિટલ પેમેન્ટ કરવું લોકો માટે ચપટીનું કામ બની ગયું છે. જણાવી દઇએ કે, આ વીડિયોને અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ લોકો જોઇ ચુક્યા છે અને 13 હજારથી વધુ લોકો તેને લાઇક કર્યો છે. સાથે જ ઘણા યૂઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. ડિજિટલ ઇન્ડિયાની આ તસવીર જોયા બાદ લોકો પીએમ મોદીના ભરપેટ વખાણ કરી રહ્યા છે.