ગુજરાત(Gujarat) રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારએ આજે રાજ્યમાં પ્રવર્તમાન કોવિડ-19ની(Covide)પરિસ્થિતિ સંદર્ભે મહાનગર પાલિકાના કમિશનર(Commissioner)અને જિલ્લા કલેકટર(Collector)સાથે વિડિયો કોન્ફરન્સિંગના થકી સમીક્ષા કરી હતી. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાજ્યમાં ટ્રેકિંગ-ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીને પ્રાધાન્ય આપીને સઘન આયોજન કરવા નિર્દેશો આપ્યા
મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને કોરોનાના સંક્રમણને રોકવા માટે સંભવિત વિસ્તારોમાં સામેથી કેસો શોધવા માટે આરોગ્યની ટીમોને પ્રોએક્ટિવ ભૂમિકા દાખવીને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માટે પણ સલાહ આપી છે. સાથે સાથે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, ઓપીડી કેસોનું રોજબરોજ મોનીટરીંગ કરીને તાવ, ઉધરસના કેસો સંદર્ભે ખાનગી હોસ્પિટલો તથા IMA સાથે સંકલન કરી કોરોના નિયંત્રણ માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરી જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી.
ધન્વંતરી રથ અને સંજીવની રથના રોજ-બરોજ મોનીટરીંગ કરીને કેસો પર ધ્યાન રાખવા સૂચના આપી હોસ્પિટલોમાં જિલ્લાઓ ધ્વારા કરાયેલ તૈયારીઓની પણ સમીક્ષા કરીને સુચનો આપ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં જે કેસો આવી રહ્યા છે તેના પરથી દૈનિક મોનીટરીંગ કરીને આવનાર દિવસોમાં સંભવતઃ કેસો વધે તો તે અંગે ઝીરો કેઝ્યુલીટી માટે કેવી તૈયારીઓ રાખવી અને શું આયોજન કરવું તે અંગે સવિસ્તૃત માહિતી પૂરી પાડીને તમામને આ અંગે જરૂરી આયોજનો કરવા સૂચનાઓ આપી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યના મોટા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ફક્ત ગઈકાલની વાત કરવામાં આવે તો એક જ દિવસમાં કોરોનાના કેસોમાં 1000 નો ઉઠાળો આવ્યો હતો. ગઈકાલે રાજ્યમાં 2 હજારની વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ વિવિધ મનપાઓમાં જ નોંધાયા હતા.