ભોજન માટે રેસ્ટોરન્ટમાં બધાની પોતાની પસંદ હોય છે. કેટલાક લોકોને મોંઘી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાનું પસંદ હોય છે તો કેટલાક લોકોને માત્ર ભોજનના સ્વાદથી મતલબ હોય છે. પછી તે ઢાબા પર જ મળી રહ્યુ હોય. ક્લાસ ઇન્ટીરિયર અને મોંઘી હોટલના શૌખીન લોકોને સ્પેનના સબ્લીમોશન રેસ્ટોરન્ટ જરૂર યાદ રાખવી જોઇએ, જેમાં ભોજનની કિંમત લાખોમાં હોય છે.
મોંઘા ભોજન માટે જાણીતુ સબ્લીમોશન રેસ્ટોરન્ટ સ્પેનના ઇબિસા આઇલેન્ડમાં બનેલુ છે અને તેને મિશેલિન ટ્રાવેલ ગાઇડે વિશ્વનું સૌથી મોંઘુ રેસ્ટોરન્ટ જાહેર કર્યુ છે. અહી એક સમયે ભોજનનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 2000 ડૉલર એટલે કે ભારતીય મુદ્દામાં આશરે 1 લાખ 29 હજાર સુધી હોય છે.
એક્વેરિયમમાં બનેલુ છે રેસ્ટોરન્ટ
સબ્લીમોશન રેસ્ટોરન્ટમાં વર્ચુ્લ રિયાલિટી અને લાઇટ એન્ડ સાઉન્ડના માધ્યમથી ક્યારેય પણ ઇન્ટીરિયરને બદલી શકાય છે. અહી ક્યારેક અવકાશ તો ક્યારેક રોમન કોલેસિયમમાં બેસીને ખાવાનો આનંદ લઇ શકાય છે. આ રેસ્ટોરન્ટનું ભોજન શાનદાર છે જ અહીના એન્જિનિયર્સ, ટેકનીશિયન્સ અને સ્ક્રિપ્ટ રાઇટર્સની પુરી ટીમ હોય છે જે આવનારા કસ્ટમર્સ માટે અલગ અલગ થીમ ડિઝાઇન કરે છે. આ રેસ્ટોરન્ટ એક્વેરિયમમાં બનેલી છે, જેને કારણે તેને ખાસ માનવામાં આવે છે.
પોતાના મોંઘા રેટ માટે જાણીતી રેસ્ટોરન્ટ માત્ર ગરમીમાં જ ખોલવામાં આવે છે, તે પણ કેટલાક મહિના માટે. આખી રેસ્ટોરન્ટમાં માત્ર 12 લોકો માટે જ ખાવાની વ્યવસ્થા છે. વર્ષ 2014માં ખુલેલુ આ રેસ્ટોરન્ટ હાર્ડ રોક હોટલમાં સ્થિત છે. આ 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ખુલ્લુ રહે છે, જે અહી આવનારાઓને ખાવા માટે વર્ચુઅલ રિયાલિટી ગોગલ્સ પણ આપે છે, જે તેમના એક્સપીરિયન્સને વધારે સારૂ બનાવે છે.