ઘરકામ કરતી મહિલાઓનું આખું જીવન ઘર કામમાં જ નિકળી જાય છે. જો કે આજે અમે તમને એવી મહિલાની જાણકારી આપીશુ. જેનું નસીબ એવું ચમક્યુ કે તે રાતો રાત લાખોની માલિક બની ગઈ. વાત છે મધ્યપ્રદેશના પન્નાની મહિલાની. જેને હીરાની 2.08 કેરેટનો જેમ્સ ક્વોલિટીનો હીરો શોધી કાઢ્યો છે. માર્કેટ એક્સપર્ટ હીરાની બજાર કિંમત 8 થી 10 લાખ રૂપિયાની હોવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હીરાની બોલી લાગશે ત્યારે હીરાની સાચુ મુલ્ય સામે આવશે.
પન્નાના હીરા કાર્યાલયના કહેવા પ્રમાણે ચમેલી રાની જિલ્લાના મુખ્યાલય પાસે આવેલુ ઈંટવકલા ગામમાં રહે છે. તેમણે કૃષ્ણા કલ્યાણપુર પટ્ટી વિસ્તારમાં ખાણ લીઝ પર લીધી હતી. ખાણમાં ઘણાં મહીનાઓની મહેનત પછી ચમેલીને 2.08 કેરેટના જેમ્સ ક્વોલિટીનો હીરો મળ્યો છે. મહિલાએ પોતાના પતિ સાથે પન્નાના હીરા કાર્યાલયમાં હીરાને જમા કરાવ્યો છે. મહિલાના પતિ અરવિંદસિંહનું કહેવું છે કે હીરાના વેચાણથી જે કોઈપણ રૂપિયા મળશે. તેનાથી તેઓ પોતાનુ સપનાનું ઘર બનાવશે.
गृहणी की किस्मत चमकी, रातोंरात बन गई लखपति, खोद निकाला 2.08 कैरेट का हीरा #PannaNews #MPNews #MadhyaPradesh #Pannahttps://t.co/fhVqtY2SxC pic.twitter.com/Yc3ScMBiS6
— Amar Ujala (@AmarUjalaNews) May 24, 2022
હીરના એક્સપર્ટ અનુપમસિંહનું આ મામલે કહેવું છે કે ચમેલી રાનીને જે હીરો મળ્યો છે. તે હીરો જેમ્સ ક્વોલિટીનો છે. આ પ્રકારના હીરાની ડાયમંડ માર્કેટમાં સારી ડિમાંડ હોય છે. હીરાની સંભવિત કિંમત રૂપિયા 8 થી 10 લાખ રૂપિયા આવી શકે છે.