ભારત(India) દેશમાં સરકારી નોકરી(Government Job)) ખુબ જ સુરક્ષિત(Safe) અને સારી માનવામાં આવે છે. તેમાં જો બેંકની નોકરી હોય તો વાત જ ના થાય. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) તરફથી ડિજિટલ બેન્કિંગ હેડ(Digital Banking Head)માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. બેંકમાં નોકરી કરવા માટે ઈચ્છતા વ્યક્તિ અને બેંકના ધારાધોરણો આધારે પાત્રતા ઉમેદવાનો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબ સાઈટ પરથી અરજી કરી કરી શકશે. આપને જણાવી દેવા માંગીએ છીએ કે બેંક દ્વારા આ ભરતી ફક્ત કોંટ્રાક્ટ બેઝ જ હશે.
કોંટ્રાક્ટ બેઝ ભરતી માટે બેંકની શરતો
કોંટ્રાક્ટ બેઝ કામ સાથે બેંક દ્વારા જાહેરાતમાં કેટલીક શરતો પણ મુકી છે. જે વ્યક્તિને આ પોસ્ટ પર પસંદ કરવામાં આવે. તેને બેંક સાથે 3 વર્ષ સુધી કામ કરવાનું રહેશે. બેન્ક ઉમેદવારનો કાર્યકાળ વધારી પણ શકે છે તે નિર્ણય લેવાની સત્તા બેંકના હાથમાં હશે. ડિજિટલ બેન્કિંગ હેડેની પોસ્ટ માટે પસંદગી પામેલા ઉમેદવારોએ SBIની ડિજિટલ બેન્કિંગ સ્ટ્રેટેજી અને કંઈક અલગ બિઝનેસ પ્લાન બનાવવાનો રહેશે પ્લાન બન્યા બાદ તેનું અમલ પણ કરાવવાનું રહેશે.
બેંકમાં ભરતી માટે કેટલી વયમર્યાદા
18થી 62 વર્ષના કોઈપણ વ્યક્તિ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. પરંતુ અનુભવ બેંકની અપેક્ષા પ્રમાણે હોવો જરૂરી છે. બેન્કિંગ, વિત્તિય સેવાઓ તથા ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ડિજિટલ લીડરશીપનો રોલમાં ઓછામાં ઓછો 18 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 18 વર્ષની કારકિર્દીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સિનિયર મેનેજમેન્ટ સ્તર પર કામ કરેલું હોવું જોઈએ. ઉમેદવાર વધુમાં વધુ 62 વર્ષની ઉંમર ધરાવતો હોવો જોઈએ.
બેંકમાં પસંદ પામેલા વ્યક્તિએ શુ કામગીરી કરવાની રહેશે
પસંદગી પામનાર ઉમેદવારે એસબીઆઈના બેંકના ખાતા ધારાકોને ડિજિટલમાં તમામ પ્રકારનો સહકાર અને એક ઓન લાઈન બેંકિંગનો ઉચ્ચતમ અનુભવ મળે તે છે.ઈનોવેટિવ વિચાર ધરાવતા અને બેન્કને ડિજિટલ ક્ષેત્રે અગ્ર બનાવી શકે તેવા વ્યક્તિની જરૂરિયાત છે.’
બેંકમાં ઓનલાઈન અરજી કરવા માટે કેટલું શિક્ષણ જરૂરી
– કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી /કોલેજમાંથી E.અથવા B.Tech ડિગ્રી
– માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા કોલેજમાંથી MBA,PGDM અથવા MCA કરેલું હોય તે પણ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
– ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ SBI ની આ ભરતી માટે અરજી કરી શકે છે.
કઈ રીતે પસંદગી પ્રક્રિયા
ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે.
ઓન લાઈન અરજી ફી કેટલી
આ ભરતી માટે ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે.અરજી ફી ઓનલાઇન ચુકવી શકાશે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.