spot_img

INS રણવીરમાં અચાનક થયો બ્લાસ્ટ, નેવીના ત્રણ કર્મચારીઓના નિધન

ભારતીય નેવીના વોરશીપ INS રણવીરમાં મોટો અકસ્માત સર્જાયો. વોરશીપમાં અચાનક બ્લાસ્ટ થતાં નેવીના ત્રણ કર્મચારીઓના નિધન થયા છે. ઉપરાંત INS રણવીરમાં સવાર અન્ય કર્મચારીઓ પણ ગંભીર રીતે ઘાયલ ય હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે. વોરશીપમાં બ્લાસ્ટ થી કેટલું નુકસાન છે. તેની જાણકારી મળી નથી.

ભારતીય નૌકાદળના તરફથી માહિતી આપી આવી છે કે, INS રણવીરના અંદરના ડબ્બામાં વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ, જહાજના ક્રૂએ તરત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તપાસ બોર્ડના આદેશ
વોરશીપમાં આ પ્રકારના બ્લાસ્ટ થવાનું કારણ જાણવા માટે બોર્ડ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપી દેવાયો છે. INS રણવીર નવેમ્બર 2021 થી પૂર્વીય નૌકા કમાન્ડ તરફથી ક્રોસ કોસ્ટ ઓપરેશનલ પર હતું અને ટૂંક સમયમાં બેઝ પોર્ટ પર પરત આવવાનું હતું.

INS રણવીરને 28 ઓક્ટોબર 1986ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે 30 અધિકારીઓ અને 310 ખલાસીઓના ક્રૂ દ્વારા સંચાલિત છે અને તે શસ્ત્રો અને સેન્સરથી સજ્જ છે. તેની પાસે સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, વિમાન વિરોધી અને મિસાઇલ વિરોધી બંદૂકો અને ટોર્પિડો અને સબમરીન વિરોધી રોકેટ લોન્ચર છે. ઉલ્લેખનીય છે કે INS રણવીર ભારતની દરિયા ની રક્ષા કરતું જહાજ છે. આ પહેલા પણ એક સબમરીન માં આજ પ્રકારે બ્લાસ્ટ થયો હતો.જેમાં નેવીના કર્મચારીઓ ના નિધન થયા હતા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ બ્લાસ્ટમાં નિધન થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને ઘાયલ જવાનો જલ્દી આજ થાય તેવી કામના કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles