બોલિવૂડના અભિનેતા ઋતિક રોશનની પૂર્વ પત્નિ સુજૈન ખાન ફિલ્મી દુનિયાથી ભલે દુર હોય પરંતુ તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. સુજૈન પોતાના ફેન્સ માટે ઘણી વખત ફોટોસ અને વીડિયો શેર કરતી રહે છે. આજ કારણે સુજૈનને સોશિયલ મીડિયા પર લોકો ફોલો કરે છે.
હાલમાં જ સુજૈન વેકેશન માટે ગોવા ગઇ હતી અને તેણે ગોવાના બીચ પરથી કેટલાક ફોટોઝ શેર કર્યા છે. સુજૈને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા ફોટોઝમાં તે પોતાના પપી સાથે બીચ પર બેઠેલી નજરે પડી રહી છે.
સુજૈન ન્યૂડ મેકએપમાં એકદમ ફ્રેશ નજરે પડી રહી છે, તેણે ફોટોઝના કેપ્શનમાં લખ્યું છે કે ‘જિંદગીમાં બેસ્ટ ચીજે ફ્રીમેં હોતી હૈ’ સુજૈનના આ ફોટોઝને બોલિવૂડના ઘણા સેલેબ્સ દ્વારા લાઇક અને કોમેન્ટસ કરવામાં આવી છે. તો સુજૈનના ફેન્સને પણ તેનો આ અંદાજ ખૂબ જ પસંદ પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુજૈન ખાન હાલમા ડેટિંગ લાઇફને લઇને ઘણી ચર્ચમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુજૈન ખાન હાલમાં અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે અને સુજૈન હાલમાં વેકેશન માટે પણ અર્સલાન સાથે જઇ ગઇ હતી. આ ક્યૂટ કપલને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં આ બંનેમાંથી કોઇ પણ પોતાના રિલેશનનો ખુલીને સ્વિકાર કર્યો નથી.