હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ અંગ દજાવતી ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ ગરમીની સીઝનમાં લોકો સૌથી વધારે બિમાર પડતા હોય છે, ત્યારે જો આવા ધમધોખતા તડકામાં બહાર નિકળવાનું થાય તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ગરમીમાં ખાસ કરીને લોકો ડિહાઈડ્રેશનના શિકાર બને છે. એવામાં આ સીઝનમાં ખાન પાન પર ધ્યાન આપવાનું જરૂરી છે. ગરમીમાં પ્રવાહી અને ઠંડી તાસીર ધરાવતા પદાર્થ ડાયટમાં સામેલ કરવા જોઈએ. આ સિવાય કેટલીક એવી વાતો છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમકે ગરમીમાં જતા પહેલા અને આવતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું તે જાણવું જરૂરી છે.
- બ્રેકફાસ્ટ બાદ જ ઘરેથી નીકળો
ઘણીવાર એવું બને છે કે સમય ઓછો હોવાના કારણે ઘરેથી ઓફિસ ભૂખ્યા પેટે જ નીકળી જઈએ છીએ. આવું કરવાથી બોડીની સાયકલ ખરાબ થાય છે. આ કારણે ગરમીમાં ખાવાનું ખાવા પહેલા તેનાથી દૂરી ન બનાવો અને તમે ગરમીમાં બહાર નીકળો છો તો હંમેશા ઘરેથી સારી રીતે બ્રેકફાસ્ટ કર્યા બાદ જ નીકળો.
- રેશિઝથી કરો બચાવ
ગરમીમાં ક્યારેય ટાઈટ કપડા પહેરો નહીં. આ સીઝનમાં કોઈને પણ પરસેવો અન્ય સીઝન કરતા વધારો થાય છે. એવામાં રેશિઝની સમસ્યા વધે છે. સ્કીન લાલ થઈ જાય છે અને તેમાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે. તેનાથી બચવા માટે ખુલતા, હળવા અને હવા આવે તેવા કપડા પહેરવા જોઈએ.
- ગરમીમાં થતી સમસ્યાઓ
મોટાભાગે જોવા મળ્યું છે કે ગરમીની સીઝનમાં લોકો સૌથી વધારે ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. તેના સિવાય ગરમીમાં ડાયરિયા, કોન્સ્ટિપેશન અને એસિડિટી જેવી સમસ્યાઓ હોય છે. આ તમામ સમસ્યાથી બચવા માટે સૌથી સારું એ છે કે તમે વધારે ને વધારે પાણી પીઓ. આ સિવાય તમે લિક્વિડ જ્યૂસ, લીંબુ પાણી અને નારિયેળ પાણી પણ પી શકો છો. આ સાથે આ ચીજો શરીરને ડિહાઈડ્રેટ થવાથી બચાવશે.
- ગરમીમાંથી ઘરે આવ્યા બાદ
લોકો કડકડતી ગરમીમાંથી ઘરે આવ્યા બાદ તરત જ ઠંડું પાણી પી લે છે જેના કારણે તે શરીર પર વિપરિત પ્રભાવ પાડે છે. આ કારણે તડકામાંથી ઘરે આવ્યા બાદ પહેલા બોડી ટેમ્પ્રેચરને રૂમ ટેમ્પ્રેચરના જેટલું આવવા દો અને પછી ઠંડું પાણી પીવાના બદલે સાદું પાણી કે કોઈ પ્રવાહી પદાર્થ જે સામાન્ય રીતે ઠંડા હોય તેને જ પીઓ અને ગરમીમાં ભોજનની સાથે સલાડ કે ફળ ખાવાનું રાખો.