ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પોતાના ઇંસ્ટાગ્રામ પર કંપનીની લંડન સ્થિત નવી ઓફિસની તસવીર શેર કરી છે. ગૂગલ અત્યાર સુધી આ ઓફિસનું ભાડુ ભરી રહી હતી પરંતુ હવે આ ઓફિસ ગૂગલની ખાનગી સંપત્તિ બની ગઇ છે. લંડનના સેન્ટ્રલ સેન્ટ ગેલ્સમાં બનેલી આ સામાન્ય ઓફિસ નહી પણ દરેક પ્રકારની સુવિધાથી ભરેલી છે. ઓફિસ બિલ્ડિંગમાં રેસ્ટોરન્ટ, કેફે અને ઘર પણ છે. આ ઓફિસ 408,000 વર્ગ ગજમાં ફેલાયેલી છે.
સીઇઓ સુંદર પિચાઇએ ઓફિસ ખરીદવાની જાણકારી આપતા કહ્યુ કે આ કાર્યાલયમાં 10,000 કર્મચારી કામ કરી શકે છે. ગૂગલની લંડન સ્થિત ઓફિસમાં 7,000 કર્મચારી છે. પિચાઇએ નવી ઓફિસની જાણકારી શેર કરતા કહ્યુ કે તે તેને લઇને ઉત્સાહિત છે. અમે તેમાં 2011માં શિફ્ટ થયા હતા. સેન્ટ્રલ લંડન સ્થિત સેન્ટ્રલ સેન્ટ ગેલ્સનો રંગ જીવંત છે અને આ ઓક્સફોર્ડ રોડ પાસે છે. ભવિષ્યમાં આ ફેલ્ક્સિબલ વર્કપ્લેસ હશે. ઓફિસને બહારથી પીળા, સંતરી, લાલ અને લીલા રંગથી પેન્ટ કરવામાં આવી છે.
As part of our commitment to the UK’s growth & success, we’re excited to purchase our Central Saint Giles office in London and invest in creating a more flexible future workplace. Looking forward to having space for 10,000 Googlers across our UK sites! https://t.co/x7X9B4qtuG
— Sundar Pichai (@sundarpichai) January 14, 2022
ગૂગલની ઓફિસ ખરીદવા માટે 7500 કરોડ ચુકવ્યા
કાર્યાલયને ખરીદ્યા બાદ ગૂગલે આ વાતના સંકેત આપ્યા છે કે કોરોના મહામારી દરમિયાન અત્યાર સુધી જે કર્મચારી ઘરેથી કામ કરી રહ્યા છે. તે તેમણે જલ્દી પરત બોલાવી શકે છે. મહત્વપૂર્ણ છે કે ગૂગલે આ ઓફિસ 7500 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ ઓફિસ સિવાય ગૂગલના લંડન અને મેનચેસ્ટરમાં પણ ઓફિસ છે. આ સિવાય કિંગ ક્રૉસ રેલ્વે સ્ટેશન પાસે પણ ગૂગલનું એક કાર્યાલય બની રહ્યુ છે જે આ વર્ષના અંત સુધી બનીને તૈયાર થઇ શકે છે.