સુરતઃ ગુજરામાં સૌથી ભયંકર આગની ઘટના થઈ હોય તો તે સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં થઈ હતી, જેમાં 20થી વધુ બાળકો ભુંજાઈ ગયા હતા, હવે ફરીથી આવી જ ઘટના આજે વહેલી સવારે ગુજરાતમાં બની છે. સુરતના કડોદરા gidcમા એક કંપનીમાં ભીષણ આગ લાગી, જેમાં 1 વ્યક્તિનુ મોત થઈ ગયા અને 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઈ છે.
વિવા પેકેજિંગ મીલ નામની કંપનીમાં ભીષણ આગ લાગવાથી આગને કાબુમાં લેવા માટે 20થી વધુ ફાયરફાઈટર કામે લાગ્યા હતા. ભારે જહેમત બાદ આશરે 100થી વધુ લોકોના રેસ્ક્યુ કરાયા.મિલમાં કામ કરતાં શ્રમિકોના રેસ્ક્યુ માટે ફાયરફાઈટર દ્વારા ક્રેનની મદદ લેવાઈ હતી. ઉચ્ચ અધિકારીઓ પણ આગ બાદ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સાથે સાથે તાલુકાના અન્ય અધિકારીઓ પણ પહોંચી ગયા હતા અને તપાસમાં જોડાયા હતા કે કંપનીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓ હતી કે નહી અને હતી તો પછી તે કાર્યરત અવસ્થામાં હતી કે નહી.
ઉલ્લેખનીય છે કે સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સની આગ બાદ સુરત અને રાજ્યભરમાં ક્યાંય પણ આગ લાગે તો તેને હળવાશમાં લેવામાં આવતી નથી. જો કે આજે લાગેલી આગ શા કારણે લાગી તે હજુ સ્પષ્ટ નથી.