spot_img

સુરતવાસીઓ ઘર બહાર ભીખ માંગવા આવતા લોકોથી સાવચેત રહેજો

સુરત (Surat) શહેરમાં અઢળક રૂપિયા છે. જેના કારણે ત્યાં ક્રાઈમ (Crime) રેટ પણ વધી રહ્યો છે. સુરત પોલીસે તામિલનાડુના (Tamilnadu Gang)ચોરોની ગેંગ પકડી છે. જે ગાંડા, અંધ, અને ભીખ (Beg)માગવાનું નાટક કરી વહેલી સવારે ખુલ્લા ઘરોમાં ઘુસી જતાં. અને કિંમતી સામાનની ચોરી કરતાં. પૂણા અને સચીન પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી વહેલી સવારે ચોરીની ઘણી ફરિયાદો મળી હતી.

સુરતના અલગ અલગ વિસ્તારોમાં અંધ, ભિખારી અને ગાંડાનો વેશ ધારણ કરી. વહેલી સવારે ખુલ્લા ઘરોને નિશાન બનવાની ઘટના વધી રહી હતી. વારંવાર આ પ્રકારની મોડેસ ઓપરેન્ડિથી ચોરીઓની ઘટનાઓ વધતા સુરત પોલીસની ઉંઘ હરામ કરી નાંખી હતી. કેસોને સોલ્વ કરવા માટે પોલીસ આકરાપાણીએ ઉતરી પડી હતી. કાર્યવાહી દરમિયાન એસ.ઓ.જી પોલીસને બાતમી કે, આ જ એમઓથી ચોરી કરનાર શંકાસ્પદ બે વ્યક્તિઓ સુરત પર્વત પાટિયા કેનાલ પાસે ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્યાં પહોંચી શંકાસ્પદ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આખી માહિતી બહાર આવી હતી. બંન્ને આરોપીઓ પાસેથી 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂપિયા 7 લાખનો મુદ્દામાલ પણ મળી આવ્યો.
Christmas 2021: શું સેન્ટા ક્લૉસે લગ્ન કર્યા હતા? કોણ હતો બાળકોને ગિફ્ટ આપનાર ફરીશ્તો

મુનીશાલી વઢી અને રવિચંદ્રન વઢી નામના આરોપીની પોલીસે સઘન પૂછપરછ હાથ ઘરી હતી. જેમાં તેમણે કબુલાત કરી કે મૂળ તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના સાગરીત છે. તેઓની અલગ અલગ ટીમો વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં ગાંડા, અંધ અને ભિખારી બની ફરતી હતી. અને જ્યાં પણ ખુલ્લું ઘર મળે કે તરત જ હાથ ફેરો કરી ભાગી છુટતા હતા. આ જ રીતે તેમની ગેંગે જામનગર માં પણ હાથફેરો કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી.
અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

ઉલ્લેખનીય છે કે હજુ પણ એટલી જ સતર્કતાની જરૂર છે, અત્યાર સુધીમાં સુરત પોલીસે ફક્ત બે જ આરોપીને ઝડપ્યા છે. આરોપીઓએ તો કબુલાત કરી છે. ગેંગના અલગ અલગ સભ્યો અલગ અલગ વિસ્તારમાં વેશ ધારણ કરી રેકી કરી. હાથ ફેરો કરતાં હતાં. સુરતવાસીઓએ સતર્ક અને સાવધાન રહેવાની જરૂર છે. જે કોઈપણ વ્યક્તિને આવા કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ રેકી કરતાં અથવા તો ચોરી કરવા આવેલા લાગે તો સૌ પ્રથમ સુરત પોલીસને જાણ કરવી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles