spot_img

ભયાનક દ્વશ્યોઃ મશીનમાં ફસાયેલો યુવાનનુ શરીર દોરીની જેમ ફરવા લાગ્યું

(MOBILE) મોબાઈલ ફોનનો વધુ પડતુ ઉપયોગમાં તમારા જીવને જોખમ નોતરી શકે છે. (SURAT) ના ભાઠેના વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટીક જરીની ફેક્ટરી (FACTORY)માં મોબાઈલ પર વાત કરતો યુવાન અચાનક મશીનમાં ફસાઈ ગયો. સાપ્ટિનમાં ફસાઈને યુવાનનું શરીર દોરીની જેમ વિંટાળાઈ ગયુ .

સુરતમાં મોટી સંખ્યામાં કાપડની અને જરી ઉદ્યોગોની મીલ અને ફેક્ટરીઓ છે. હજારો કર્મચારીઓ ત્યાં કામ પણ કરે છે. મીલો અને ફેક્ટરીઓના ઘણાં એવા કિસ્સાઓ સામે આવે છે. જ્યાં કર્મચારીઓની ભુલના કારણે કોઈ દુર્ઘટના સર્જાઈ જાય છે. ત્યારે આજે પણ સુરતમાં ભયાનક ઘટના સામે આવી. ભાઠેના વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક જરીની ફેક્ટરીમાં કર્મચારી ફોન વાત કરતાં કરતાં અચાનક મશીનમાં ફસાઈ ગયો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ તે ખૂબ જ ભયાનક છે.

મોબાઈલ ફોન પર વાત કરતાં કર્મચારીને મોબાઈલ ફોન પર વાત કરવાનુ ભારે પડ્યુ છે. વાત કરતાં કરતાં કર્મચારી અચાનક જરીના કટર મશીનમાં ફસાઈ ગયો. મશીનની પાવર એટલો બધો હતો. કર્મચારી ફિરકીમાં જેમ દોરી વિંટાળાય તેમ આખો મશીનમાં વિંટળાઈ ગયો. મશીનમાં ઝડપ એટલી બધી હતી કે યુવાન મશીન સાથે સાથે ગોળગોળ ફરવા લાગ્યો હતો. જો કે તેના સાથીકર્મી આસપાસ હોવાથી મશીનને તુરંત બંધ કરીને મશીનમાંથી કાઢ લેવાતા યુવાનનો જીવ બચી ગયો.

ફસાયેલા યુવાનને મશીનમાંથી તેના સાથીદારોએ કાઢ્યા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. સિવિલ હોસ્પિટલમાં તબીબે ગંભીર ઈજાઓ ન પહોંચી હોવાથી રજા આપી દીધી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles