ગુજરાતમાં દીનપ્રતિદીન વધતો ક્રાઈમ રેટ ચિંતાનો વિષય બનતો જાય છે. જો કે ગુજરાતની સતર્ક પોલીસ પણ વધુ સતર્ક બનતી જાય છે. જેના કારણે વિવિધ જગ્યાઓ પર ચાલતા ગોરખધંધા પર પોલીસ રેડ પાડીને પર્દાફાશ કરે છે.
સુરતના પીપલોદ ઈસ્કોન મોલમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર સુરત પોલીસની મિસિટ સેલે રેડ પાડી. જેમાં 5 મહિલાઓ અને 4 લોકોની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસને બાતમી મળી હતી કે બ્રાંડેડ શો રૂમવાળા મોલમાં સ્પાની આડમા ગોરખધંધો ચાલી રહ્યો છે. અને ત્યાં આવતા ગ્રાહકો પાસેથી પણ પૈસા ખંખેરાતા હોવાની બાતમી પોલીસને મળી હતી.
મિસિંગ સેલે કરેલી રેડમાં 5 યુવતીઓ ઝડપાઈ ગઈ હતી. પોલીસે હાલ સંચાલક અને શોપ માલિકની પણ ધરપકડ કરી છે. યુવતીઓ ક્યાં દેશ કે રાજ્યની છે એની તપાસ હાથ ધરી છે. કેટલા સમયથી આ ધંધા સાથે સંકળાયેલી છે, ક્યાં થી આવી છે. કોના હસ્તે એટલે કે રેફરન્સથી સુરત લવાય છે એ તમામ બાબત તપાસનો વિષય છે.