સુરત શહેરના વરાછામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘરની સાફ-સફાઈ કરી રહેલી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. ભાવનગરના વતની લલિતાબેન જોગાણી (55) વર્ષ સહપરિવાર શહેરના વરાછા વિસ્તારમાં આવેલી અનુરાધા સોસાયટીમાં રહતા હતા. લલિતાબેન ઘરમાં દિવાળીની સાફ-સફાઈ કરી રહ્યાં હતા. લલિતાબેન ત્રીજા માળે ગેલેરીમાં ટેબલ પર ઉભા રહીને સફાઈ કરી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક લપસી પડતા તેઓ નીચે પટકાયા હતા. જેમાં તેઓને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.