સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર બોગસ ડોકટરો ઝડપાઈ જવાના બનાવો વધી રહ્યા છે ત્યારે જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સૂચના થી એસઓજી પી. આઈ. વી.વી. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. જે દરમિયાન બળોલ ગામમાં થી કોઈપણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોકટરને ઝડપી પાડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જીલ્લામાં અવાર નવાર ગ્રામ્ય વિસ્તારોમાં થી ડિગ્રી વગરના બોગસ ડોકટર ઝડપાઈ રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર બળોલ ગામમાં થી બોગસ ડોકટર ઝડપાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને આ બોગસ ડોકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.