એક વ્યક્તિની કિડની બીજા વ્યક્તિન શરીરમાં મેચ થાય તો જ ડોક્ટર્સ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું જોખમ લેતાં હોય છે, જો કે અમેરીકાના ન્યુયોર્કના NYU લોંગોન હેલ્થ મેડિકલ સેંટરના સર્જને માનવીના શરીરમાં સુવરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ઈતિહાસ રચી દીધો છે. જો કે આ સર્જરી માટે વૈજ્ઞાનિકોને ઘણી મહેનત અને પહેલાથી આયોજન કરવુ પડ્યુ હતુ, આશ્ચર્યની વાત એ છે કે સુવરની આ કિડની માનવીના શરીરમાં એકદમ સામાન્ય રીતે કામ પણ કરી રહી છે. કામગીરી કરવા માટે સુવરના શરીર પર પણ મોટા પ્રમાણમાં રીસર્ચ કરવામાં આવ્યા હતા.
સુવરની કોષિકામાં રહેલુ એક શુગરને માનવીનું શરીર સ્વિકારતુ નથી જેના કારણે આ પહેલાં પણ આ પ્રયત્નો કરવા છતાં આમાં સફળતાં મળી શકી નહોતી પરંતુ આ વખતે સર્જને સ્પેશયલ મોડિફાઈલ જીન વાળા સુવરની કિડનનીનો ઉપયોગ કર્યો છે. સુવરની કોષિકાઓમાંથીએ શુગરને કાઢવા માટે અને ઈમ્યુન સિસ્ટમના હુમલાથી બચવા માટે સુવરના જીન્સમાં કેટલાક બદલાવ કરાયા હતા, આ પ્રયોગ એક બ્રેનડેડ વ્યક્તિના શરીર પર કરવામાં આવ્યો છે.
આ વ્યક્તિની કિડની લગભગ ખરાબ થઈ ચુકી હતી, દર્દીને લાઈફ સપોર્ટ પરથી હટાવવા માટે પરિવારજનો પાસેથી પણ કાયદાકીય રીતે સ્વિકૃતિ લેવામાં આવી હતી. સર્જરી કરનારી ટીમે સુવરની કિડનીને બે ત્રણ દિવસ સુધી પોતાની અંડર ચકાસણીમાં રાખી હતી અને ત્યારબાદ દર્દીના શરીરના બહાર મોટી ધમની સાથે તેને જોડવામાં આવી, જેનાથી તેને લોહી અને ઓક્સિજન મળતુ રહે. તમામ પ્રક્રિયા બાદ ડોક્ટર્સે કિડનીની કામગીરી પર રીસર્ચ કર્યુ તો તેમને ખ્યાલ આવ્યો કે આ તો એક સામાન્ય વ્યક્તિની જેમમાં કિડની કામગીરી કરી રહી છે.
કિડનીએ કોઈ રીજેક્શન વગર કચરાને બહાર કરી દીધો ને દર્દીના શરીરમાંથી પેશાબનુ પ્રોડક્શન કર્યુ. સર્જનોનું માનવુ છે કે કિડની ફંક્શનિંગ પણ ખુબ જ સામાન્ય છે, દર્દીના શરીરે પેશાબનુ પણ એટલુ જ ઉત્પાદન કર્યુ જેટલુ સામાન્ય અને સ્વસ્થ વ્યક્તિ કરે છે. સર્જનોનું માનવુ છે કે ક્રિએટીનીન સ્તર પણ માનવીના શરીરમાં સામાન્ય છે, સામાન્ય રીતે કિડની ફંક્શનિંગ યોગ્ય ન હોય તો ક્રિટીનિન સ્તર કારણભુત હોય છે.