બ્રિટનમાં (Britain)ડોક્ટરે એક વ્યક્તિના પેટમાંથી નોકિયા મોબાઇલ ફોન (Mobile Phone) કાઢ્યો હતો. આ વ્યક્તિ 6 મહિના પહેલા ભૂલથી મોબાઇલ ફોન ગળી ગયો હતો. તેને પોતાને પણ આ વિશે ખબર ન હતી. સતત પેટમાં દુખાવાની ફરિયાદ અને સ્થિતિ વધુ ખરાબ થયા પછી તે ડોક્ટર (Doctor)પાસે ગયો. ડૉક્ટરે એક્સ-રે કરાવ્યો અને તે જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા. ત્યારબાદ આ વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મોબાઇલ કાઢી દેવામાં આવ્યો હતો. અત્યારે દર્દીની સ્થિતિ ઠીક છે.
33 વર્ષીય યુવાનના પેટનુ ઓપરેશન ઇજિપ્તની અસ્વાન યુનિવર્સિટીની હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દર્દીના પેટમાંથી મોબાઇલ ફોન બહાર નીકળશે તેનો ડૉક્ટરોને બિલકુલ અંદાજો ન હતો. દર્દી મોબાઇલ કેવી રીતે ગળી ગયો તે હજી સુધી જાણી શકાયું નથી.
આ કેસ બ્રિટનનો છે. 33 વર્ષીય શખ્સ 6 મહિના પહેલા ભૂલથી નોકિયાનો મોબાઇલ ગળી ગયો હતો. ઓપરેશન હાથ ધરનારી મેડિકલ ટીમનું નેતૃત્વ કરનારા ડો.સ્કેન્ડર ટેલ્જાકુએ દર્દીના પેટમાંથી કાઢી નાખવામાં આવેલા ગુલાબી નોકિયા 3310 ફોનની તસવીરો શેર કરી હતી. સંયુક્ત અરબ અમિરાતના મીડિયા આઉટલેટ ગલ્ફ ટુડેના મતે અસવાન યુનિવર્સિટી હોસ્પિટલ્સના નિર્દેશક મંડલના અધ્યક્ષ મોહમ્મદ અલ દહશૌરીએ કહ્યું કે તેમણે પ્રથમ વખત આવો કેસ જોયો છે. જેમાં એક દર્દીના પેટમાંથી આખો મોબાઇલ બહાર કાઢવામાં આવ્યો છે.