મોટાભાગની મહિલાઓ લાંબા પુરુષોને પસંદ કરતી હોય છે પરંતુ ઓછી હાઈટવાળા પુરુષોની પણ પોતાની એક અલગ જ ખાસિયતો હોય છે. ‘ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિન’ ના એક નવા સ્ટડીમાં ઓછી હાઈટવાળા પુરુષો સંલગ્ન અનેક રસપ્રદ માહિતી બહાર આવી છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઓછી હાઈટવાળા પુરુષો સેક્સ્યુઅલી વધુ એક્ટિવ હોય છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના રિસર્ચર્સે આ સ્ટડી 531 પુરુષો પર હાથ ધર્યો હતો.
સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે પુરુષોની લંબાઈ 175 સેન્ટીમીટરથી ઓછી હતી, એટલે કે જે લોકો 5’9” હાઈટથી ઓછી હાઈટવાળા હતા તેમની સેક્સ ડ્રાઈવ વધુ સારી હતી. ઓછી હાઈટવાળા પુરુષો સેક્સ્યુઅલી વધુ એક્ટિવ હોય છે અને સાથે સાથે પાર્ટનરને છૂટાછેડા આપવાની સંભાવના પણ તેમનામાં 32 ટકા ઓછી હોય છે. રિસર્ચર્સનું કહેવું છે કે વધુ લંબાઈવાળા પુરુષોની સરખામણીમાં ઓછી હાઈટવાળા પુરુષો ઘરનું કામ પણ વધુ કરે છે અને પૈસા પણ વધુ કમાય છે. બધુ મળીને આ સ્ટડીના તારણો જોઈએ તો તે મુજબ પુરુષોની હાઈટ જેટલી ઓછી હશે તેટલું તેમના પાર્ટનર માટે સારું રહેશે.
આ સ્ટડીને અનેક સેલિબ્રિટીઝનું સમર્થન મળ્યું છે. વાત જાણે એમ છે કે સ્પાઈડરમેન ફિલ્મના હીરો ટોમ હોલાન્ડે પણ એ પોસ્ટને લાઈક કરી છે જેમાં આ સ્ટડીને શેર કરવામાં આવ્યો છે. ત્યારબાદથી આ સ્ટડી ચારેબાજુ ચર્ચામાં છે.