spot_img

Helicopter Crash: એકમાત્ર જીવતા બચેલા વરૂણસિંહનું નિધન

ગ્રુપ કેપ્ટન વરૂણસિંહ(Varunsinh)નું બુધવારે સવારે નિધન થઈ ગયુ. 8 ડિસેમ્બરના રોજ કુન્નુર, તામિલનાડુ, (Conoor, Tamilnadu)માં થયેલા હેલિકોપ્ટર ક્રેશમા (Helicoter Crash) એક જ સર્વાઈવર હતા ગ્રુપ કેપ્ટન વરૂણસિંહ.

ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર દુઃખદ જાણકારી આપી.

આપને જણાવી દેવા માંગીએ છીએ કે 8 ડિસેંબરે તામિલનાડુના કુન્નુરમાં ઉદ્ગરમંજલમમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. જેમાં સીડીએસ બિપિન રાવત સાથે અન્ય 13 લોકોનું નિધન નિપજ્યુ હતુ.

ગયા મંગળવારે જનરલ ઓફિસર કમાંડિંગ હેડક્વાટર્સ દક્ષિણ ભારત, લેફ્ટિનેંટ જનરલ અરૂણ ક્રેશ સાઈટ પર પહોચ્યા હતા. ગામના લોકોની કામગીરીને બિરદાવી હતી. જનરલ અરૂણે કહ્યું કે ક્રેશમાં એક માત્ર જીવતા ગ્રુપ કેપ્ટન વરૂણસિંહ જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તેમણે એ પણ ઉમેર્યુ કે ગામના લોકોની સતર્કક્તાના કારણે તેમણે જીવીત બચાવી શકાયા હતા.

ગ્રુપ કેપ્ટન વરૂણસિંહના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગર્વ, બહાદુરી અને અત્યંત વ્યાવસાયિકતા સાથે દેશની સેવા કરી. તેમના નિધનથી હું અત્યંત દુઃખી છું. રાષ્ટ્ર પ્રત્યેની તેમની વિપુલ સેવા ક્યારેય ભૂલાશે નહીં. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles